મહેસાણા : એક વર્ષની બાળકી અને તેના પિતા સહિત 6 સંક્રમિત

0
5

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થયા પછી કોરોનાએ ઉથલો માર્યો છે અને દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. રવિવારે હોળીના દિવસે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા હતા. જેમાં વિસનગર શહેરમાં એક વર્ષની બાળકી અને તેના પિતા સહિત 6, તેમજ મહેસાણામાં 8, ઊંઝામાં 4, વિજાપુરમાં 3, સતલાસણા અને ખેરાલુમાં એક-એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જેમાં 15 દર્દી 50 વર્ષ કરતાં ઓછી વયના છે. છેલ્લા 7 દિવસમાં 163 કેસ વધ્યા, તો સામે 79 લોકો સાજા થયા છે. આ દિવસોમાં સૌથી વધુ મહેસાણામાં 52 અને વિસનગરમાં 34 કેસ નોંધાયા છે.

શનિવારે 43 કેસ પછી રવિવારે નવા 24 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 54,250 લોકોના સેમ્પલ લેવાયા છે. જે પૈકી 51,539 નેગેટીવ આવ્યા છે. રવિવારે 376 સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં 369 નેગેટિવ છે. જ્યારે સરકારીમાં 7 અને ખાનગી લેબમાં 17 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને આઇસોલેટ કરી સારવાર ચાલુ કરાઇ છે. જિલ્લામાં હાલ કોરોનાના 237 એક્ટીવ કેસ છે. કોરોનાકાળમાં કુલ 7439 કેસ નોંધાયા છે.

બાળકને ચેપથી બચાવવા સંપર્કમાં આવીએ તે પહેલાં હાથ અને મોઢું ધોવું જોઇએ
જિલ્લામાં અગાઉ ત્રણ દિવસનું નવજાત પણ કોરોના સંક્રમિત થયેલું છે. ખાસ કરીને આપણે ઘરેથી નોકરી-ધંધા અર્થે બહાર કામકાજે આવતા જતા હોઇએ છીએ, ત્યારે ઘરમાં નાના બાળકને માસ્ક પહેરવાની જરૂર નથી પણ આપણે બાળકના સંપર્કમાં આવીએ તે પહેલાં હાથ ધોવા, મોઢું ધોવું જોઇએ.

બાળકને ચેપ ન લાગે તેની કેરટેકર તરીકે કાળજી રાખવી જોઇએ. સામાન્યરી તે એકાદ-બે વર્ષના નાના બાળક પણ કોરોના સંક્રમિત સામાન્ય માણસની જેમ થતા હોય છે, પણ બાળકોમાં લક્ષણો ન દેખાવા તેવું બની શકે છે. નાનું બાળક સ્પ્રેડર નથી. આપણે સૌએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનેટાઇઝનું પાલન કરવું જોઇએ. બાળક ઘરમાં હવાઉજાસમાં છુટા ફરે, આપણે ઇન્ફેક્સન ન થાય તેની કાળવી રાખવી જોઇએ. > ર્ડા. વિનોદ પટેલ, એએમઓ મહેસાણા

વિસનગરમાં પિતા-પુત્રી સહિત 6ને કોરોના
શહેરમાં રવિવારે 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે કેસોમાં પિતા અને તેમની એક વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. બંનેને તાવ શરદી ઉધરસ જણાતાં ખાનગી લેબોરેટરીમાં કરાવેલા ટેસ્ટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં આઇસોલેટ કરાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લામાં રવિવારે 2293 લોકોએ કોરોના રસી લીધી
​​​​​​​મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી કોવિડ રસીકરણમાં રવિવારે 2293 લોકોએ રસી લીધી હતી. જેમાં મહેસાણામાં 953, બહુચરાજીમાં 95, જોટાણામાં 56, કડીમાં 629, ખેરાલુમાં 244, સતલાસણામાં 31, ઊંઝામાં 27, વડનગરમાં 36, વિજાપુરમાં 123 અને વિસનગરમાં 94 નો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 29,436 લોકોએ પ્રથમ ડોઝ, 21,441 લોકોએ બીજો ડોઝ તેમજ 60 વર્ષથી વધુ અને 45 થી 60 સુધીના બીમારીવાળા 1,35,488 લોકોએ રસી મૂકાવી છે.

24 કોરોના સંક્રમિત દર્દીઓમાં 50 વર્ષથી નાની વયના 15

મહેસાણા :
મહેસાણા (55) (પુરૂષ)
મોઢેરા રોડ (66) (પુરૂષ)
ટીબી રોડ (33) (પુરૂષ)
ધરમ સિનેમા રોડ (31) (પુ)
હેબુવા (24) (સ્ત્રી)
તરેટી (30) (પુરૂષ)
ગોઝારિયા (23) (પુરૂષ)
મેઘાલિયાસણ (47) (પુ)
વિસનગર : (63) (સ્ત્રી)
વિસનગર (1) (સ્ત્રી)
વિસનગર (34) (પુરૂષ)
વિસનગર (45) (પુરૂષ)
વિસનગર (60) (પુરૂષ)
વિસનગર ( 54) (સ્ત્રી)
વિજાપુર :
કેલીસણા (71) (પુરૂષ)
વડાસણ (27) (પુરૂષ)
સોખડા (19) (પુરૂષ)
ઊંઝા :
ઊંઝા (38) (પુરૂષ)
ઊંઝા (34) (પુરૂષ)
ઊંઝા (51) (સ્ત્રી)
કામલી (31) (પુરૂષ)
કડી : કડી (56) (પુરૂષ)
ખેરાલુ : (18) (પુરૂષ)
સતલાસણા :
રાજપુર (39) (પુરૂષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here