મહેસાણા : અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 6.50 કરોડની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાઇ

0
8

મહેસાણા શહેર બિ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કેનેડાના વિઝા અપાવવાનું કહી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 6.50 કરોડની છેતરપિંડી કર્યાની ફરીયાદ ઉગાઉ નોંધાઇ હતી. જેને લઇ મહેસાણા SOGને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં SOGની ટીમે ગોવાથી એક આરોપીને ઝડપી પાડ્યો છે.

SOGની ટીમે આરોપી સંદીપ કાપડીયા અને અવનિ સંદિપ કાપડિયાને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બીજી અન્ય માહિતી દ્વારા ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઠગાઈ કરનારા આરોપીઓ આઇટીના જાણકાર હોવાના કારણે તે અવાર-નવાર ફોન બંધ કરી દેતાં હતા. જોકે, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગોવામાં છે. બાતમીના આધારે SOG ટીમ ગોવા પહોંચી હતી.

ગોવાની હોટેલમાંથી પકડાયો આરોપી

જ્યાં આરોપી ગોવાની મોઝીમ વિસ્તારની પ્લેઝર રીવરફ્રન્ટ નામની હોટલના રૂમ નં.204માં રોકાયો હોવાની માહીતિ મળતાં તાત્કાલિક SOG ટિમે ત્યાં પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ મહેસાણા લાવી તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપોની તપાસ કરતા તેની પાસેથી એક 50 હજારની કિંમતનું લેપટોપ અને 75 હજારની કિંમતના પાંચ ફોન મળી કુલ એક લાખ 22 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અગાઉ કરી હતી છેતરપીંડી​​​​​​​

આરોપીઓને આપેલા કાગળો બનાવટી હોવાની જાણ થતાં ફરીયાદીએ પૈસા પરત માંગ્યા હતા. જેથી આરોપીઓએ 41 લાખ 46 બજારના બનાવટી રીફંડ કલેમ મોકલી આપ્યા હતા. જેને લઇ ભોગ બનનાર ફરિયાદીએ મહેસાણા બિ-ડીવીઝનમાં ફરીયાદ નોંધાઇ હતી. આ તરફ SOGએ સંઘન તપાસ કરીને ગોવા પહોંચી આરોપીને હોટલમાંથી ઝડપી પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here