મહેસાણા: પુત્રની લાલચમાં દંપતિયે એક માસની બાળકીની હત્યા કરી

0
9

મહેસાણાના કડીમાં પુત્રની લાલસામાં એક માસની બાળકીની હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. કડીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં પુત્રની અપેક્ષા રાખતા દંપતીને ત્યાં દીકરી જન્મતા દંપતીએ માત્ર એક માસની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. જેમાં પરિવારે હત્યાને અકસ્માતમાં ફેરવવા કોશિશ કરી હતી. કડીમાં બનેલી અત્યંત આઘાતજનક ઘટનામાં પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરી જન્મતાં દંપતિએ માત્ર 32 દિવસની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે, ડોક્ટરે સતર્કતા બતાવીને પોલીસને જાણ કરતાં દંપતિનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે માતા રીના પટેલ, પિતા હાર્દિક પટેલ, દાદી નીતાવ પટેલ તેમજ દાદા ઉપેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધી છે.

ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસને જાણ કરી હતી

કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા-પિતાએ હેવાન બનીને એક માસ અને બે દિવસની બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરીનો જન્મ થતાં માતા-પિતા હેવાન બનાયાં અને દીકરીની હત્યા કરી દીધી. ત્યારબાદ તેમણે દીકરીના મોતને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરીને તેને ડોક્ટર પાસે લઈ ગયાં હતા. જોકે, ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં નાયબ પોલીસ અધિક્ષક ખુદ ફરિયાદી બન્યા છે. આ કેસમાં અગાઉ અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી પણ પોલીસની તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતા માતા-પિતા અને દાદા-દાદી સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે.

22 ડિસેમ્બર 2019ના રોજ કડી પોલીસ અકસ્માત મોત જાહેર થયું હતું
dyspએ.બી.વાળંદના જણાવ્યા અનુસાર કડી પોલીસ સ્ટેશનમાં 22-12-2019ના રોજ અકસ્માત મોત જાહેર થયું હતું. જેમાં મિષ્ટિ નામની એક માસ અને બે દિવસની બાળકીના ગાળાના ભાગે લાલ ચિહ્નો હતા અને તે સમયે મૃત થયેલ જાહેર કરવામાં આવ્યું હતું. જે આધારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી જેનું પેનલ ડોકટરથી અમદાવાદ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીનું ગળું દબાવી મોત નિપજવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તાપસ dysp આર.આર આહિર કરતા હોવાથી આ ગુનો જાણવા મળતા તેમણે સરકાર તરફથી ફરિયાદ આપી છે તેમજ હાલમાં ચાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એક દીકરી હતી અને બીજી દીકરી જન્મતાં આ હત્યા કરી હોવાનું જણાઇ રહ્યું છે, તેમજ આરોપીની પુછપરછ કરવાથી કાયદેસરનું શું કારણ હતું એ તાપસ બાદ જાણી શકાશે.

રાજભૂમિ ફ્લેટ જેમાં સમગ્ર ઘટના બની
રાજભૂમિ ફ્લેટ જેમાં સમગ્ર ઘટના બની

પરિવાર ઘરને તાળું મારી ફરાર
સમગ્ર ઘટનામાં બાળકીની હત્યા મામલે દાદા-દાદી અને માતા-પિતા સામે ફરિયાદ નોંધવાની સાથે જ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં આ ઘટનાને લઇ ચકચાર મચી જવા પામી છે. જેના કારણે વહેલી સવારે આ પરિવાર ઘરે જ હતો પરંતુ બપોરના સમય બાદ પરિવાર કોઈને પણ જાણ કર્યા વિના ઘરને તાળું મારી ફરાર થઈ ગયો હતો. જે મામલે દિવ્ય ભાસ્કરે પરિવારનો સંપર્ક કરતા પરિવારના સભ્યનો મોબાઈલ પણ સ્વીચ ઑફ આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પરિવાર ઘર ને લોક મારી થયો ફરાર !!

સ્તનપાન દરમિયાન શ્વાસ રૂંધાવના કારણે મોત થયું હોવાનું રટણ પરિવાર કરતો હતો. તેમજ પરિવારે ભાગ્યોદય હોસ્પિટલમાં બાળકીને લઈ જઈ તપાસ કરાવતા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ કડી પોલીસે અકસ્માતની નોંધ કરી બાળકીને પેનલ ડોક્ટર પાસે પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. જેમાં બાળકીનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારના ચાર સભ્યો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પંરતુ હત્યારો કોણ એ જાણવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here