મહેસાણા : ડિગ્રી વગરના ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો

0
7

મહેસાણા જિલ્લામાં નાના ગામડાઓમાં લોકોના અરોગ્ય સાથે ચેડાં કરતા ડમી ડોકટરોનો રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં બે દિવસમાં બે નકલી ડોકટરોને પોલીસે ઝડપી લીધા છે. આ ડોકટરો નાના ગામડાઓમાં પોતાના દવાખાના ખોલીને ગેરકાયદેસર એલોપેથીક દવા આપતા હતા.

મહેસાણા જિલ્લાનાના ખેરાલુ તાલુકાના નાનકડા કૂંડા ગામની અંદર ઠાકોર ચતુરજી ઉર્ફે સતીષ કુમાર જે કુડા ગામમાં ભાડાના મકાનમાં દવાખાનું ખોલી પોતે જેમ ડોકટર હોય તેમ લોકોને એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટિસ કરતો હતો.

આ ડમી ડોક્ટર ગામના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની માહિતી મહેસાણા એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસે માહિતીના આધારે ખેરાલુના કુડા ગામે જઈને ચેક કર્યું હતું. જ્યાં તપાસમાં ડમી ડોકટર મળી આવ્યો હતો. તેની પાસેથી એલોપેથીક દવાઓ, દર્દીઓ અને તપાસ કરવામાં વપરાતા સાધનો પોલીસે ઝડપી પડ્યા હતા. તેમજ પોલીસે ડમી ડોકટર સામે ગુનો નોંધી તેની પાસેથી કુલ રૂ 10 હજાર 895નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here