મહેસાણા : સરકારી નિયમો નેવે મૂકી ચાલતી કચેરીથી એજન્ટોનો રાફડો ફાટ્યો

0
0

મહેસાણા જિલ્લામાં વાહન વ્યવહાર માટે RTO કચેરી કાર્યરત છે. જોકે, સરકારી નિયમો નેવે મૂકી ચાલતી આ કચેરીથી અનેક RTOના સેટિંગથી કામકાજ કરી આપતા એજન્ટોનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં માત્ર એજન્ટ રાજ જ નહીં, પરંતુ કેટલાક ઈસમો તો RTOને પણ ચકમો આપી પોતાની જાતે વાહનોના બનાવટી દસ્તાવેજો ઉભા કરી મસમોટી કમાણી કરી રહ્યા છે. મહેસાણા LCBની ટીમને આવો જ એક ગઠિયો ઝડપી પાડ્યો છે.

એક ગઠિયો વિસનગર તાલુકા પંચાયત સામે ગ્રાહક સેવા કેન્દ્ર નામની ઠગબાજીની દુકાન ખોલી ત્યાં આવતા ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપતો હોવાની માહિતી મહેસાણાં LCBને મળી હતી.

બાતમીના આધારે LCBની ટીમે વોચ ગોઠવી બનાવ સ્થળે દરોડા પાડતા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાંથી વસીમ હિંમતખાન ચૌહાણ નામનો એક શખ્સ મળી આવ્યો હતો. જ્યારે દુકાનમાંથી ચાર અલગ અલગ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા જે વિશે પૂછતાં આરોપીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેને લઈ શંકા જતા પોલીસની ટીમે તે લાયસન્સ સંદર્ભે મહેસાણા RTOના તપાસ કરતા તે ચારેય લાયસન્સ બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

LCBની ટીમે બનાવટી લાયસન્સ સાથે આરોપી વાસીમની અટકાયત કરી વિસનગર શહેર પોલીસ મથકે લઈ જઈ તેની વિરુદ્ધ CRPC કલમ 41(1)D અને 102 મુજબ ગુનો નોંધાવ્યો હતો. વિસનગર શહેર પોલીસે બનાવટી દસ્તવેજો મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here