મહેસાણા : કોરોનાની વેક્સિન લેનાર વ્યક્તિને રૂપિયા 200ની ગીફ્ટની જાહેરાત

0
2

કોરોનાની વેક્સિન લેનાર ઉવારસદ ગામના વ્યક્તિને રૂપિયા 200ની ગીફ્ટ અથવા રોકડા આપવા કેનેડામાં રહેતા મિત્રોએ નાણાંની કોથળી ખુલ્લી કરી છે. ઉપરાંત ગામના જરૂરીયાત મંદ પરિવારોને 15 દિવસ ચાલે તેટલું રાશનની કીટ પણ અપાય છે. વેક્સિનેશનની આર્થિક સહાય માત્ર અનામત કેટેગરીમાં આવતા સમાજના લોકો માટે શરૂ કરી છે.સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. તેમ છતાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનનું પ્રમાણ ધાર્યા કરતા ઓછું છે. ઉવારસદ ગામના અલ્પેશભાઇ પટેલે જણાવ્યું કે, કેનાડામાં રહેતા તેમના મિત્રો જે અન્ય ગામના વતની છે.

તેમ છતાં ઉવારસદ ગામની તમામ વ્યક્તિઓ 100 ટકા વેક્સિન લે માટે એનઆરઆઇ યુવકોની આર્થિક સહાયથી ઉવારસદ ગામના યુવાનોએ ખાસ યોજના શરૂ કરી છે. તેમાં વેક્સિન લેનાર વ્યક્તિને રૂપિયા 200ની ગીફ્ટ અથવા રોકડા આપશે. ઉપરાંત ગામની જરૂરીયાત મંદ પરિવારોને 15 દિવસ સુધી ચાલે તેટલા અનાજની કીટ પણ આપી રહ્યા છે. એનઆરઆઇ યુવકોની આર્થિક મદદથી શરૂ કરેલા સેવાકીય કાર્યમાં ગામના હાર્દિકભાઇ, ઉમંગભાઇ અને જૈમિનભાઇ સહિતના યુવાનો શ્રમદાન કરી રહ્યા છે.

ગામની કોઇ વ્યક્તિ દવા વિના નહી રહે
ગામની વ્યક્તિ બિમાર પડી હોય અને તે દવા કે સારવાર વિના તેનું મોત થાય નહી તે માટે પણ યુવાનોએ આયોજન કર્યું છે. ગામના ડોક્ટરોને મળીને દવા માટે આવતી વ્યક્તિ પાસે ગમે તેટલા રૂપિયા હોય તેને દવા આપવી અને બાકી રૂપિયા અમે આપીશું તેવું પણ આયોજન કરાયું છે.

વેક્સિનેશન સ્થળે યુવક મંડળના યુવાનો બેસશે
ગામમાં રહેતા અનામત કેટેગરીમાં આવતા સમાજની વ્યક્તિ વેક્સિન લે તેમને રૂપિયા 200ની સહાય આપવાનું નક્કી કર્યું છે. તે માટે ગામના યુવાનોની બનાવેલી ટીમમાંથી એક વ્યક્તિ વેક્સિનેશન સેન્ટર ઉપર જઇને બેસીને તેની નોંધ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here