મહેસાણા : જિલ્લા કલેકટર એચ.કે.પટેલની બઢતી સાથે બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો

0
6

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ ઓગષ્ટ 2017થી જુન 2021 દરમિયાન કરેલા કામગીરી થકી આજે જિલ્લો વિકાસના શિખરો સર કરી રહ્યો છે. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલની બઢતી સાથે બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તેમાં ફરજ દરમિયાન અંકિત થયેલી વહીવટી કામગીરી સ્મૃતિપટલ પર આવતા ભાવવિભોર થઇ તેમણે જણાવી હતી.

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા તેમના સમયની કામગીરી દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મુલાકાત જેવી અનેક મહાનુભાવોની મુલાકાતના પ્રસંગો સફળતાપૂર્ણ પુરા કર્યા હતા. આ ઉપરાંત વિધાનસભા, લોકસભા, વિધાનસભા પેટા ચૂંટણી સહિત પંચાયતોની ચૂંટણીઓ પણ સફળતાપૂર્ણ પુરી કરી છે.

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં છેલ્લા પોણા ચાર વર્ષ દરમિયાન કરેલી કામગીરીની સફળતા ” ટીમ મહેસાણા ” છે. તેમણે ઉમેર્યું હતું કે કોરોના કપરા કાળમાં ટીમ મહેસાણા અને જિલ્લાના નાગરિકોની ધીરજ અને સાહસ થકી મહ્દઅંશે સંક્રમણ અટકાવી શક્યા છીએ. મહેસાણા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે શ્રેષ્ઠતાનો કદી માપદંડ હોતો નથી. દરેક કર્મયોગીઓની સફળતાની જડીબુટ્ટી હાર્ડવર્ક છે. સરકારનું હિત, જાહેર હિતને પ્રાથમિકતા આપી કર્મ કરવામાં આવે તો તેનો સીધો ફાયદો જિલ્લાના નાગરિકોને થાય છે. અને આપણને કામનો સંતોષ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here