મહેસાણા : પૈસાની લેતી દેતી મામલે ઉઘરાણી કરવા આવેલા શખ્સે પાર્લરમાં ધમાચકડી મચાવી

0
2

વિજાપુરમાં આવેલા નંદ પાર્લરમાં ગઈકાલે પૈસાની લેતી દેતી મામલે ધમાચકડી મચી હતી. જેમાં પાર્લરમાં કામ કરતા શેખશાહ નવાજ ઈમ્તિયાઝ નામના કામદરે પાર્લરની બાજુમાં આવેલી રાધે ફાર્મસીના કિરીટ પટેલ પાસેથી રૂ 10 હજાર વ્યાજે લીધા હતા. જેથી ગઈ કાલે પાર્લર પર શેખશાહ નવાજ ઈમ્તિયાઝ હાજર હતો એ દરમિયાન ત્યાં પૈસા આપનાર કિરીટ પટેલે આવીને બબાલ કરી હતી.

પૈસાની ઉઘરાણી કરવા આવેલા કિરીટ પટેલે ઉઘરાણી કરતા શેખશાહે કહ્યુ કે, સાંજે પૈસા આપી જાઉં છું તેવામાં પાર્લરના મલિકનો પુત્ર આવતા આ મામલે તેણે ઉઘરાણી કરવા આવેલા કિરીટ પટેલને કહ્યું કે, સાંજે આપી જાશે હાલ અમુક રકમ રાખો જેથી વ્યાજે પૈસા આપનાર કિરીટ પટેલે ઉશ્કેરાઈને પાર્લરમાં ટોડફોડ કરી ઉપરાણું લેનાર યુવક પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. સાથે તેના ત્રણ મિત્રેએ પણ મારામારી કરી હતી.

મારામારી થતાં મામલો વધુ ગરમાવો થતા પાર્લરમાં કામ કરતા બે યુવાનો સાથે પણ મારપીટ કરી હતું. જેથી તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે યુવકે ચાર લોકો સામે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here