મહેસાણા:વિમલ પંપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સિક્યુરિટી ગાર્ડે કમ્પાઉન્ડની અંદર ગેટ આગળ દોરી વડે ફાસો ખાઈ લેતાં ચકચાર

0
5

મહેસાણામાં વિમલ પંપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સિક્યુરિટી ગાર્ડે કમ્પાઉન્ડની અંદર ગેટ આગળ દોરી વડે ફાસો ખાઈ લેતાં ચકચાર મચી છે. પોલીસે મૃતહેદને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા મોઢેરા ચોકડી નજીક આવેલી મહેસાણા GIDC-1 સેડ નંબર સાતમાં આવેલી વિમલ પંપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સિક્યુરિટી ગાર્ડે કમ્પાઉન્ડની અંદર જ ગેટ આગળ દોરી વડે ફાસો ખાઈ લીધો હતો. આ ગાર્ડ સાંજે છ વાગ્યાથી સાવરે છ વાગ્યાં સુધી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

આજે વહેલી સવારે સામેના કોમ્પલેક્સ સિક્યુરિટી ગાર્ડે આ ગાર્ડની લટકતી લાશ જોઈ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ મહેસાણા બી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પીએમ અર્થે મોકલી અને આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર શરૂ કર્યો હતો.

મૃત દેહ ને સબ વાહીની માં પીએમ અર્થે સિવિલ મોકલવામાં આવ્યો
મૃત દેહ ને સબ વાહીની માં પીએમ અર્થે સિવિલ મોકલવામાં આવ્યો

દિવસે રીક્ષા ચલાવતો રાત્રે ગાર્ડની નોકરી કરતો
મૃતક 48 વર્ષીય અક્કલગીરી દિલગીરી સાધુ દિવસ દરમિયાન રીક્ષા ચલાવતો જ્યારે રાત્રી દરમિયાન વિમલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here