મહેસાણા: લગ્નના 10 વર્ષ દરમિયાન ઘરકામ અને પિયરથી કપડાં તેમજ ઘરખર્ચનાં નાણાં માટે અવાર નવાર બોલાચાલી કરી મારપીટ કરતાં પતિ અને સાસરિયાંઓએ પહેરેલાં કપડે વહુ અને પૌત્રને ઘરમાંથી તગેડી મૂકવાનો મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સાસરિયાંએ તગેડી મૂકતાં હતાશ મહિલા તેના પુત્ર સાથે ટ્રેન સામે પડતું મૂકવા નીકળી હતી, પરંતુ દાદા તેને સામે મળતાં ઘરે લઇ જઇને સમજાવી હતી.
કપડાંથી માંડી તમામ ખર્ચ લાવવા મારઝુડ
મહેસાણા શહેરમાં પરામાં રહેતા અને પરિવાર સાબુના નામે વ્યવસાય કરતા અંકિત ભરતભાઇ પટેલનાં લગ્ન મૂળ કંથરાવીની અને હાલ સુરતમાં રહેતી મીનાક્ષી પટેલ સાથે થયાં હતાં. મહિલાએ કરેલા આક્ષેપ મુજબ, લગ્નજીવન દરમિયાન તેમને 7 વર્ષનો પુત્ર છે, ત્યારે પતિ અને સાસરિયાં કપડાંથી માંડી તમામ ખર્ચ પિયરથી લાવવા મારઝુડ કરતા હતા. સાથે ઘરકામ બાબતે સાસુ હંમેશા હાથ ઉપાડતા હતા.
છુટું લેવા પતિની જીદ
મંગળવારે સવારે પતિ સહિતે માર મારી તારી સાથે છુટું જ લેવું છે તેમ કહી ઘરમાંથી પુત્ર સાથે પહેરેલાં કપડે કાઢી મૂકી હતી. સતત 10 વર્ષથી ત્રાસ સહન કરતી મહિલાએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાતના નિર્ણય સાથે સાસરીમાંથી નીકળી હતી. પરંતુ રસ્તામાં તેણીના દાદા મળી જતાં તેમને જોઇને રડી પડી હતી. દાદાના ઘરે જઇને પિતા સહિતને બનાવ સંબંધે જાણ કરતાં તેઓએ મહેસાણા આવી જમાઇ સહિતને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને પણ કાઢી મૂકયા હતા.
મામલો પોલીસ સુધી પહોંચ્યો
પતિ અને સાસરિયાંએ પોલીસમાં જઇને જે કરવું હોય તે કરી નાખ તેમ કહી કાઢી મૂકતાં મહિલાએ છુટાછેડા લેવાની જીદ કરતા પતિ સામે કાયદેસર રીતે લડવાનો નિર્ણય લેતાં આખરે મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જેને લઇ એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તબક્કે મહિલાની અરજી લઇ બંને પક્ષોને બોલાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
Array
મહેસાણા : પતિએ પુત્ર સાથે પહેરેલાં કપડે ઘરમાંથી કાઢી મૂકતાં મહિલા ટ્રેનમાં પડતું મૂકવા ગઇ, દાદાએ બચાવી લીધી
- Advertisement -
- Advertisment -