Tuesday, September 21, 2021
Homeમહેસાણા : હોસ્પિટલમાં બેડ ન મળતાં કોરોના પિડિત પિતાને ઓક્સિજન સાથે લઇ...
Array

મહેસાણા : હોસ્પિટલમાં બેડ ન મળતાં કોરોના પિડિત પિતાને ઓક્સિજન સાથે લઇ જવાન કલેકટર સંકુલ પહોચ્યો

મહેસાણાના તાવડીયા રોડ ઉપર દેવકુટીરમાં રહેતા એક સીઆરપીએફ જવાનના પિતા વિષ્ણુભાઇ રાવળને છેલ્લા પાંચ દિવસથી તબીયત વધુ બગડતાં વેન્ટીલેટર ટ્રીટમેન્ટની ખાનગી હોસ્પિટલના ડોક્ટરે સલાહ આપી પણ બેડ ન હોઇ શહેરની હોસ્પિટલોમાં ફર્યા પછી પણ બેડ ઉપર દાખલ ન કરાયાં,છેવટે ગુરુવારે બપોરે આ આર્મીમેનનો પરિવાર કોરોના પિડિત પિતાને ઓક્સિજનના બાટલા સાથે રિક્ષામાં કલેકટર કચેરી સંકુલ લઇ આવ્યા હતા.જ્યાં પિડિતના પુત્રએ અધિક નિવાસી કલેકટરને રજુઆત કરતાં ત્વરીત સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં વાત કરીને દર્દીને દાખલ કરી આપવાની વ્યવસ્થા કરાઇ હતી.

આર્મીમેન સંજયભાઇ રાવળે કહ્યુ કે, ગત તા. 19મીએ પિતાનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. ગઇરાત્રે તબીયત વધુ બગડતા ગુરુવારે સવારે ર્ડા.મીતેષ પટેલની હોસ્પિટલે પિતાને લઇ ગયા હતા,જ્યાંથી હોસ્પિટલ દાખલ કરવાની સલાહ અપાઇ હતી,જોકે ત્યાં બેડ ન હોઇ શહેરની મોટાભાગે તમામ હોસ્પિટલ ફર્યા પછી પણ બેડ ન મળતા કલેકટર કચેરીએ ગયા હતા,હવે સાંઇક્રિષ્ણામાં પિતાને દાખલ કરાતાં રાહત મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments