મહેસાણા જિલ્લામાં ગરબાની રમઝટ જામી છે. પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકી જુમ્યા હતા. મહેસાણા, વિસનગર જેવા મોટા શહેરો અને ગામડાઓના ગરબા એ માહોલ જમાવ્યો હતો. જેમ જેમ નવરાત્રિના દિવસો વીતતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓમા ગરબા રમવાનો જોશ પણ એટલો જ વધતો જોવા મળી રહ્યો છે.
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા આરુષ આઇકોનમાં આજે ખેલૈયાઓ મન મૂકી જુમ્યા હતા. જેમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરેના લોકો ગરબામાં જોડાયા હતા. ફ્લેટના તમામ ખેલૈયાઓ અલગ અલગ વેશ ધારણ કરી ગરબે ઝૂમતા જોવા મળ્યાં હતાં. ક્યાંય નાના બાળકો ફુગ્ગાવાળો તો ક્યાંય પોલીસના ડ્રેશમાં જોવા મળ્યા હતા.
મહિલાઓ દેશી પહેરવેશ અને પુરૂષોએ ધોતી ઝભો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. જ્યારે રાજધાની ટાઉન શિપ ખાતે યોજાયેલી નવરાત્રિમાં યુવાધન હિલોળે ચડ્યું હતું.