કોરોના : જિલ્લામાં કોરોનાના કુલ 1425 કેસમાં 72 ટકા એટલે કે 1025 કેસ માત્ર મહેસાણામાં

0
0

જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 1425 થઇ ગયો છે. જે પૈકી 72 ટકા દર્દી એકલા મહેસાણા શહેર અને તાલુકાના છે. કોરોના હોટસ્પોટ મહેસાણા શહેરમાં 700 અને ગ્રામ્યમાં 325 મળી 1025 દર્દી નોંધાયા છે. જેમાં શહેરમાં 141 અને ગ્રામ્યમાં 71 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કડીના 74 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. આ સાથે મોતનો આંકડો 73 થયો છે.

શનિવારે આવેલા 13 કેસમાં વિસનગરમાં 5, મહેસાણામાં 3, કડીમાં 2 તેમજ જોટાણા, વડનગર અને ઊંઝામાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે. જ્યારે 5 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. હાલ 268 દર્દી સારવાર લઇ રહ્યા છે. 111 વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી છે. વિસનગરમાં એકસાથે 5 દર્દીઓ સામે આવ્યા છે.

કડીના થોળ રોડ ઉપર રહેતા 74 વર્ષીય જયસ્વાલને તાજેતરમાં તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેમને કોરોનાનાં લક્ષણો જણાતાં લીધેલ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મહેસાણા સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમનું શનિવારે મોત થતાં પરિવારને જાણ કરાઈ હતી.

ઉ.ગુ.માં કોરોનાના નવા 58 કેસ, 5નાં મોત

સાબરકાંઠા કલેક્ટર અને કમાન્ડોને ચેપ લાગ્યો

શનિવારે ઉ.ગુ.માં કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 19, મહેસાણામાં 13, અરવલ્લીમાં 11, બનાસકાંઠામાં 8 અને સાબરકાંઠામાં 7 કેસ છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલ અને તેમના કમાન્ડો, ચાણસ્માના રેવન્યુ તલાટી તેમજ પાટણ પોલીસ લાઇનના 4 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે ઉ.ગુ.માં 5 મોત થયાં છે.જેમાં બનાસકાંઠાના નવી ભીલડીની 60 વર્ષીય મહિલા, સાબરકાંઠામાં પ્રાંતિજના ઘડકણ ગામના 58 વર્ષીય પુરુષ, હિંમતનગરના નિકોડાના 75 વર્ષીય મહિલા તથા અરવલ્લીના ભિલોડાની 54 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર સમયે મોત થયું હતું.

નવા કોરોના સંક્રમિત દર્દીઓ

મહેસાણા : માલગોડાઉન રોડ (28)(પુરૂષ)
રાધનપુર રોડ (74)(પુરૂષ)
પાલાવાસણા (25)(પુરૂષ)

વિસનગર : વિસનગર (47)(પુરૂષ)
વિસનગર (46)(મહિલા), કાંસા (50)(પુરૂષ)
ધામણવા (75)(પુરૂષ), ધામણવા (73)(પુરૂષ)

કડી : સુજાતપુરા રોડ (60)(પુરૂષ)
કલોલ દરવાજા (52)(મહિલા)

જોટાણા : બાલાસાસણ (26)(પુરૂષ)

વડનગર : કેસીમ્પા (28)(મહિલા)

ઊંઝા : ઉનાવા (45)(પુરૂષ)

મહેસાણામાં કોરોના સંક્રમિત વિસ્તારો

 • શ્યામવિહાર ગ્રીન, સહારા ટાઉનશીપ, રાધનપુર રોડ
 • સ્વસ્તિક સોસાયટી, અર્બન બેંક રોડ
 • ન્યુ દેલા વસાહત, ગાંધીનગર લીંક રોડ
 • શ્રેયસ સોસાયટી, જેલરોડ મહેસાણા
 • પટેલનગર,પરા, મહેસાણા
 • સારથી ફ્લેટ, જૈન દેરાસરની બાજુમાં પ્રશાંત રોડ
 • નિકુંજ સોસાયટી, રાધનપુર રોડ
 • સૌરભ બંગ્લોઝ, રાધનપુર રોડ, મહેસાણા
 • તિરૂપતી શુકન, રાધનપુર રોડ, મહેસાણા
 • ધનોડીયાવાસ, પુનાસણ તા.મહેસાણા
 • લક્ષ્મીપુરા, ભાસરિયા, તા.મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here