Thursday, October 21, 2021
Homeમહેસાણા : વોર્ડ નંંબર 11ના પરામાં ડીજેનગરથી અંબાજી વસાહત ડીપી રોડ મંજૂર...
Array

મહેસાણા : વોર્ડ નંંબર 11ના પરામાં ડીજેનગરથી અંબાજી વસાહત ડીપી રોડ મંજૂર છતાં ન પડ્યાં ઠેકાણાં

  • ટાવર-લાખવડી ભાગોળમાં ઉભરાતી ગરટની સમસ્યાથી રહીશો ત્રસ્ત

મહેસાણાના પરા, લાખવડી ભાગોળ,ઉચરપની આવરી લેતાં વોર્ડ નં.-11માં ડીજેનગર થી અંબાજી સરકારી વસાહત તરફ ડી.પી રોડ મંજૂર થયાને બે દાયકા વિતી ગયા પછી પણ હજુ સુધી રોડ ન બનતા વિસ્તાર વિકાસ ઝંખવાઇ રહ્યો છે. ડીજેનગરના નરેન્દ્રભાઇ પટેલે કહ્યુ કે, અહીંયા 400 મીટર જેટલો રોડ કાચો જ રહ્યો છે, વર્ષો પહેલા ડીપી રોડ મંજૂર થયેલો છે.

નવો રોડ બનાવવા વાંરવાર રજુઅાતો થયેલી છે પણ પાલિકા ગોકળગતિએ જ રહી છે.હવે ઝડપથી ડીપી રોડ બને તેવુ ઇચ્છી રહ્યા છીએ.અહીંયા સ્મશાન પાછળ આવેલ ધોબીઘાટની જગ્યાએ ગંદકી જતી હોઇ નગરપાલિકા સ્વચ્છ રાખે નહીં તો બગીચો બનાવે.આમ પણ બગીચો હોય તો આસપાસની સોસાયટીઓ અને મહોલ્લાના રહીશોને બેસવાનું સારૂ સ્થળ મળી રહેશે.વળી સ્મશાનની ચીમકીમાંથી ધુમાડો પવનની દિશામાં સોસાયટીઓ અને સ્કુલ તરફ આવતા દુર્ગંધમાં બારણા બંધ કરવા પડતા હોય છે ત્યારે સ્મશાનમાંથી ધુમાડો ન આવે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.બીજુ નગરપાલિકાએ સ્મશાન પાછળ વરસાદી પાણી નિકાલ માટે કેનાલ બનાવી જે ગંજાનંદ સુધી કામ થયુ છે, હજુ આગળ ખારીનદી સુધી કેનાલનું કામ ઝડપથી થાય તો ચોમાસામાં સમસ્યા હલ થઇ શકે.

પરાવિસ્તારના કલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, ટાવર પાસે ગટરના ગંદા પાણી વારંવાર ઉભરાતા હોય છે, હવે તળાવમાં પમ્પી બની રહ્યુ છે પણ ઝડપથી બની જાય તો ગંદા પાણી ઉભરાવાની સમસ્યામાંથી છૂટકારો મળી શકે. અંબાજી મંદિર પાસે રહેતા અરવિંદભાઇ પટેલે કહ્યુ કે, ભીમનાથ મહાદેવ મંદિર, પરા સ્કુલ, ટાવર અને લાખવડી ભાગોડ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી વારંવાર ઉભરાઇને રોડ પર ફેલાતા હોય છે.

ત્યારે ઝડપથી પાઇપલાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી સમસ્યા હલ કરવી જોઇએ.ઇન્દીરાનગરના રહીંશોએ કહ્યુ કે, વર્ષોથી ફ્લોરાઇડયુક્ત બોરનુ઼ પાણી ઇન્દિરાનગર, સાઇનાથ, ઇસકોન વગેરે સોસાયટીના રહીશોને મળી રહ્યુ છે.શહેરમાં મોટાભાગે નર્મદાના પાણી મળ્યા છે ત્યારે ઇન્દીરાનગર વિસ્તારને પણ નર્મદાના પાણી મળે તેવી માંગ કરાયેલી પણ હજુ નર્મદાના પાણી વિસ્તારને મળ્યા નથી.

વોર્ડ નં.-11 વિસ્તાર
પરા અંબાજી માતા મંદિર, ભીમનાથ મહાદેવ મંદીર, ડીજેનગર, ગજાનંદ, તુલસીધામ ફ્લેટ, તળાવ સામે, બાબીવાડો, સર્વોદય સોસાયટી પાળ, ધનલક્ષ્મી, લવકુશ, પાટીદારનગર, સરદાર પટેલ પાર્ક, તુલસીપાર્ક, દેવભૂમિ, શાકુંતલ, લાખવડી ભાગોળ, વી.કે.વાડીના રસ્તે, પાટીદાર વાડી, નવા પરા પાછળ પહેલી, આડી અને ચોથી ઓળ, દેવા નેળીયા વસાહત, ઇન્દિરાનગર, અવધૂતનગર, ઋુષિનગર, ઉચરપીરોડ, પાર્થસીટી, સંજયનગર સહિતનો વિસ્તાર સમાવિષ્ટ છે.

જાતીગત સમીકરણ
વોર્ડ નં.-11માં સોથી વધુ પાટીદાર 3450, ઠાકોર 1626, દેવીપૂજક 720, પ્રજાપતિ 588, રાવળ 326, પંચાલ 308, નાયી 190, મકવાણા 178, પરમાર 173, દરજી 164, વાઘેલા 136, ભીલ 135, મોદી 134, સથવારા 129, ચૌહાણ 127, દંતાણી 117, ગોસ્વામી 115, સુથાર 115, ઓડ 108, બારોટ 104, નાયક 97, સોલંકી 95, સોની 87, ચૌધરી 84, સલાટ 79, વણઝારા 150, રાઠોડ 72, રાવલ 70, શર્મા 68, રાજપૂત 68 સહિત વિવિધ જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે.

વોર્ડમાં કેટલા મતદારો,2015 માં કોણ જીત્યું કોણ હાર્યું
– વોર્ડ નં.-11માં કુલ 13247 મતદારો , પુરૂષ : 6897, સ્ત્રી : 6350
– વોર્ડ નં.-11માં વર્ષ 2015ની ચૂ઼ટણીમાં ત્રણમાં કોગ્રેસ, એકમાં ભાજપની જીત :
વોર્ડ નં.-11માં વર્ષ 2015ની ચૂ઼ટણીમાં કોંગ્રેસના પલ્લવીબેન જિગ્નેશભાઇ પટેલ, શોભનાબેન કેશાજી ઠાકોર અને રમેશભાઇ ત્રિભોવનદાસ પટેલ(રમેશ ભુરી)ની જીત થઇ હતી, જ્યારે ભાજપમાંથી કનુભાઇ માધવલાલ પટેલ વિજેતા થયા હતા.

– બેઠક ના પ્રકાર :
પ્રથમ બેઠક : સામાન્ય
બીજી બેઠક : સામાન્ય
ત્રીજી બેઠક : સામાન્ય
ચોથી બેઠક : સામાન્ય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments