મહેસાણા : વિસનગરમાં આંખલાઓ પર એસિડ વડે અટેક કરવામાં આવ્યો

0
0

મહેસાણા જિલ્લામાંના વિસનગર શહેરમાં એક ક્રૂર ઘટના બની છે. જેમાં કાંસા એન.એ.વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલાઓ પર અજાણ્યા ઈસમો દ્વારા એસિડ ફેંકી માનવતાને લજવતું કામ કરવામાં આવ્યું છે. ત્રણ આખલા પર એસિડ ફેંકતા સ્થાનિક લોકોની મદદથી આકલાઓને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

 

વિસનગર તાલુકાના કાંસા એન.દ વિસ્તારમાંમાં ક્રૂરતા ભરેલી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કાંસા વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલો પર એસિડ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં આક્રોસ ફેલાઈ ઉઠ્યો છે. ત્રણ આખલાના મોઢા અને શરીરના ભાગે એસિડ લાગવાથી ત્વચા બળીને ખાખ થઈ ગઇ હતી. વિસનગરના જીવદયા પ્રેમીઓએ પશુ ચિકિત્સકની મદદ લઈ સારવાર કરાવવામાં આવી હતી, ત્યારબાદ પશુઓની હાલત બગડતા તેમણે મહેસાણાના પાંચોટ મુકામે આવેલી ખાનગી જગ્યા પર સારવાર આપવામાં આવી રહી છે.

એસિડ એટેક કરનારાઓ સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ
ત્રણ અબોલા પ્રાણીઓ પર એસિડ ફેંકી ફરાર થનારા ઈસમો સામે કડકમાં કડક સજા અને ઝડપી પકડી પાડવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી આ મામલે કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી, પરંતુ સ્થાનિક સંગઠનો અને હિન્દૂ સંગઠનોના કાર્યકર્તાઓ પણ હાલમાં આ સમગ્ર ઘટનાને વખોડી પાડી એટેક ફેકનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગો કરી રહ્યા છે.

સ્થાનિક યુવાને આખલાને આવી હાલતમાં જોતા સેવાભાવિ સંસ્થાઓને જાણ કરી
રોનક પંચાલ નામનો યુવક પોતાના જન્મદિવસ પર સવારે જ્યારે પોતાના ઘરના બહાર પગ મૂક્યો. ત્યાં આ ક્રૂરતાથી કોઈએ એસિડ છાંટયું હોય તેમ ત્રણ અબોલા પશુ તરફડતા જોવા મળતાં પશુઓને સારવારની જરૂર હોવાથી વિસનગર પાંજરાપોળની મદદ લઇ સન્નીભાઈના સહયોગથી પ્રાથમિક સારવાર કરાવી હતી. ત્યારબાદ હિન્દૂ સંઘઠનન કાર્યકરોએ પાંચટથી એમયુલન્સ બોલાવી વધુ સારવાર માટે પશુઓને ત્યાં અબોલા પ્રાણીઓને સેવા અપાતી એક ખાનગી સંસ્થાને મોકલી આપ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here