Saturday, September 18, 2021
Homeમહેસાણા : રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજાર; કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરી અરજી
Array

મહેસાણા : રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજાર; કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરી અરજી

કોરોના મહામારી દરમિયાન મહેસાણા જિલ્લામાં રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજાર કરનાર પોલીસના હાથે લાગ્યા હતા. મહેસાણા જિલ્લાના કેટલાક ઇસમો કોરોનાની બીજી લહેર દરમિયાન પોતાના આર્થિક ફાયદા માટે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી કરી ઊંચી કિંમત લઈને વેચાણ કરતા હતા. જેમાં ઝડપાયેલા નિમેષ બળદેવભાઈ નામના આરોપીએ મહેસાણા કોર્ટમાં પોતાના રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની જામીન અરજી કોર્ટે ફગાવી છે.

રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી મામલે જે તે સમયે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે આવા અસામાજિક તત્વોને બાતમી આધારે પકડી પાડયા હતા જેની અંદર તપાસ દરમિયાન મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર આવેલી સંકુજ હોસ્પિટલ ખાતે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કર્મચારી સહિત સાત જેટલા ઇસમો દ્વારા આ સમગ્ર રેમડેસિવીર ઇન્જેક્શનનો ઊંચી કિંમતે વેચવા અને ધંધો કરતા હતા. જે મામલે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કૌભાંડની અંદર ઝડપાયેલા નિમેષ બળદેવભાઈ નામના આરોપીએ વકીલ દ્વારા મહેસાણા કોર્ટમાં પોતાના રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેથી સરકારી વકીલ પરેશ કુમાર કે. દવે દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી કે, કોરોના મહામારીના સમયે લોકોએ પોતાના આર્થિક ફાયદા માટે નકલી ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હતું. જેવી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.ડી.પાડેએ આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments