Wednesday, September 29, 2021
Homeમહેસાણા : રક્ષા બંધનના દિવસે મળશે સીટી બસ સેવાની ભેટ
Array

મહેસાણા : રક્ષા બંધનના દિવસે મળશે સીટી બસ સેવાની ભેટ

મહેસાણા શહેરમાં આખરે રાહ જોઈ રહેલા લોકો માટે સીટી બસની સેવા ઘણા વર્ષ બાદ ફરી શરૂ થશે. અગાઉ રાજકીય પક્ષોના વિવાદના કારણે સીટી બસ સેવામાં અડચણો ઉભી થઇ હતી, પરંતુ હવે સીટી બસનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. આગામી 22મી ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પાલિકા દ્વારા શહેરની બહેનોને સીટી બસ સેવાની ભેટ આપવામાં આવનાર છે.

મહેસાણા શહેરમાં શ્રાવણ માસથી સીટી બસ ફરી શરૂ કરવામાં આવશે. જે મુજબ સીટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી ગુરૂકૃપા ટ્રાવેલ્સ સાથે એગ્રીમેન્ટ કરી વર્કઆઉટ પણ આપી દેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાની શકયતા

મહેસાણા શહેરમાં લાંબા સમય બાદ ફરી શહેરીજનોને સીટી બસની સેવા મળવા જઇ રહી છે. અગાઉના સમયમાં સીટી બસ શરૂ કરવાને લઈને વિવાદો સર્જાતા હતા. જોકે, હવે આખરે વિવાદોનો અંત આવતા ફરી એકવાર શહેરના નાગરિકોને સીટી બસ સેવાનો લાભ મળશે. સીટી બસ સેવાના લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments