મહેસાણા : લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરતાં પાંચ શખ્સો સામે ફરિયાદ

0
7

વિસનગરમાં મૈત્રી કરાર બાદ યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે પોતે પરિણીત હોવાનું અને તેને સંતાન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જાતિ વિષયક અપશબ્દો બોલતા યુવતીને લાગી આવ્યું હતું જે કારણે યુવતીએ ઊંઘની દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી ભરત ઠાકોર અને તેના ભાભી, ભાઈ સહિત કુલ 5 શખ્સો સામે એટ્રોસિટી, દુષ્કર્મ અને મારામારી સહિતના ગુના નોંધીને મુખ્ય આરોપી ભરત ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી.

બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને વચ્ચે મૈત્રી કરાર થયો હતો. જોકે, મૈત્રી કરાર છતાં યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને યુવતીને ગર્ભવતી બનાવી હતી, ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે પોતે પરિણીત હોવાનું અને તેને સંતાન હોવાનું જણાવ્યું હતું. લગ્નની વાતમાં તકરાર સર્જાતા યુવકે તેના સાગરિતો સાથે મળીને પીડિત યુવતી સાથે મારામારી કરી હતી. આ સાથે જાતિ વિષયક અપશબ્દો બોલતા યુવતીને લાગી આવ્યું હતું. જેથી યુવતીએ ઊંઘની દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી

સમગ્ર મામલે પોલીસે યુવતીનું નિવેદન લીધું હતું. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, યુવતીને લગ્નની લાલચે ફસાવવામાં આવી હતી. દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવ્યા બાદ તકરાર કરીને માર મારતા દુષ્કર્મના મુખ્ય આરોપી ભરત ઠાકોર અને તેના ભાભી, ભાઈ સહિત કુલ 5 શખ્સો સામે એટ્રોસિટી, દુષ્કર્મ અને મારામારી સહિતના ગુના નોંધીને મુખ્ય આરોપી ભરત ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here