મહેસાણા જિલ્લામાં નવા 17 દર્દી સામે કોરોના કાળમાં સૌથી વધુ 53 દર્દી સાજા થયા.

0
0

મહેસાણાના સર્જન ડૉ. રાકેશભાઇ વ્યાસ અને નંદાસણની મહિલાનું કોરોનાને કારણે મોત થયું હતું. સોમવારે જિલ્લામાં 17 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 53 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. નવા 17 કેસમાં 13 શહેર અને 4 ગ્રામ્યના છે. જેમાં મહેસાણા-2, ઊંઝા-7, વિસનગર-5, ખેરાલુ, જોટાણા અને કડીમાં 1-1 કેસ નોંધાતાં તમામ દર્દીઓને આઇસોલેટ કરાયા હતા અને સંપર્કમાં આવેલા 270થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે. સોમવારે કોરોના લક્ષણો ધરાવતા 131 વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. હજુ 296 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

નંદાસણ અને સાબરકાંઠાના કોરોના સંક્રમિતને ઓક્સિજન પર રખાયા હતા

કડીના નંદાસણ ગામનાં ડઇબેન સુથારને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પર વધુ સારવાર માટે રખાયાં હતાં. જ્યાં તેમનું સોમવારે મૃત્યુ થયું હતું. જ્યારે સાબરકાંઠાના રણાસણ ગામના જશંવતભાઇને પણ કોરોના હોઇ શહેરના ખાનગી આઇસીયુમાં લવાયા હતા, તેમનું પણ સોમવારે કોરોનાને કારણે મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના સંક્રમિત દર્દીઓ

મહેસાણા : નાગલપુર (60)(પુ)
મોઢેરા રોડ (45)(પુરૂષ)
ઊંઝા : ઊંઝા (43)(પુરૂષ)
બહારનો માઢ (40)(પુરૂષ)
જીએલ હાઇસ્કૂલ (47)(પુરૂષ)
વિસનગર રોડ (53)(પુરુષ)
કામલી રોડ (26)(પુરૂષ)
બહારનો માઢ (73)(પુરૂષ)
કહોડા (41)(મહિલા)

વિસનગર : (53)(પુરુષ)
મહેસાણા રોડ (55)(પુરુષ)
ધરોઇકોલોની રોડ (70)(મહિલા)
સીનેપલ્સ સામે (45)(મહિલા)
કાંસા (52)(પુરૂષ)

ખેરાલુ : જોડિયાસીમ (17)(પુરુષ)

કડી : ઇરાણા (61)(પુરૂષ)

જોટાણા : જોટાણા (67)(પુરૂષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here