મહેસાણા : દૂધસાગર ડેરીના મેનેજર રાકેશ આર્યના જામીન માટેની અરજી ના મંજુર કરી

0
8

દૂધસાગર ડેરીના પુન્હા(હરીયાણા) પ્લાન્ટથી ઘીમાં ભેળસેળ થઇને આવતુ હોવાનો આક્ષેપ છે, જે રાજસ્થાનમાંથી ભેળસેળયુક્ત ઘીનું ટેન્કર પકડાયા પછી પુન્હા પ્લાન્ટમાં પુરાવાનો નાશ કર્યાનો આક્ષેપ છે એવા ઘી ભેળસેળ ગુનામાં સંડોવાયેલા પુન્હા પ્લાન્ટના મેનેજર રાકેશ બજરંગલાલ આર્યની મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જેમાં સરકારી અને અરજકર્તા આરોપી બંન્ને તરફની દલીલો કોર્ટે સાંભળી હતી. જેમાં સરકારી વકીલ વિજયભાઇ બારોટે આરોપીનું ધરપકડ વોરંટ તપાસકર્તાએ બજાવેલ છે અને આરોપી નાસતા ફરે છે,તેમના કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.

આ ગંભીર આર્થીક ગુનો છે અને લોકોના સ્વાસ્થયને અસર કરતો ગુનો હોવાની દલીલો કરી હતી. એડી.સેશન્સ જજ એમ.ડી.પાન્ડેયની કોર્ટે આરોપી રાકેશ બજરંગલાલ આર્યની આગોતરા જામીન માટેની અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here