Friday, September 17, 2021
Homeમહેસાણા : સરકારી ઓજારો માટે ખેડૂતોની અરજીઓ થઇ ના મંજુર
Array

મહેસાણા : સરકારી ઓજારો માટે ખેડૂતોની અરજીઓ થઇ ના મંજુર

મહેસાણા જિલ્લામાં ખેતીવાડી કચેરીમાં ખેત ઓજારો માટેની સરકારી યોજનામાં સમગ્ર જિલ્લામાંથી 18 હજાર 387 જેટલી અરજીઓ આવી હતી. જ્યારે તેમાંથી 806 ખેડૂતોની અરજીઓ નામંજૂર થતાં ખેડૂતો નિરાસા ફેલાઈ હતી.

ફાઇલ ફોટો - Divya Bhaskar

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આર્થિક રીતે પગભર બનાવવા માટે ખેતીના ઓજારો સરકાર દ્વારા સબસીડી મારફતે યોજના અમલમાં હતી. આ સબસિડી મેળવવા માટે મહેસાણા જિલ્લામાંથી કુલ 18 હજાર 378 ખેડૂતો દ્વારા ખેતીવાડી કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જેમાંથી 806 ખેડૂતોની અરજી પાત્રતાના હોવાનું કારણ દર્શાવી અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી.

5 હજાર 859 ખેડૂતોને સબસીડી માટે સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના ખેડૂતોએ સૌથી વધુ 3 હજાર 719 અરજીઓ તાડપત્રી માટે કરી હતી. જેમાંથી 1189 અરજીઓ મંજૂર કરવામાં આવી છે જેનાથી ખેડૂતોમાં કચવાટની લાગણી ફેલાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments