Monday, October 18, 2021
Homeમહેસાણા : ખેડૂતો માત્ર વરસાદના પાણીથી ખેતી કરવા મજબૂર,કેનાલો પાણી વિના કોરી...
Array

મહેસાણા : ખેડૂતો માત્ર વરસાદના પાણીથી ખેતી કરવા મજબૂર,કેનાલો પાણી વિના કોરી ધાકોર

બેચરાજી તાલુકામાં આવેલ સૂરજ ગામની કેનાલ બનાવે કેટલાય વર્ષ થઈ ગયા છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ માઇનોર કેનાલમાં પાણી આવતું જ નથી. અહીંના ખેડૂતોને હાલમાં ખેતી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 10 વર્ષથી કેનાલ બનાવવામાં આવી હોય એવું ખેડૂતો કહી રહ્યાં છે. પરંતુ કેનાલ બનાવ્યા બાદ આજ દિન સુધી પાણી આવતું નથી અને પાણી આવે તો એ રાત્રી દરમિયાન છોડવામાં આવે જેના કારણે ખેડૂતો ના ઉગાડેલા પાકોને નુકશાન પહોંચે છે.

ખેડૂતો બોરના પાણીથી પાક ઉગાડવા મજબૂર બન્યા

હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ખેડૂતો ઉનાળુ પાક ઉગાડી શકતા નથી. તેમજ ત્યાંની અનેક કેનાલો હાલ પાણી વિના ધૂળ ખાઈ રહી છે. તેમજ કેનાલો પર ઝાડવા ઊગી નીકળ્યા છે, જેથી ખેડૂતો બોરના પાણીથી પાક ઉગાડી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ અનેક વાર રજૂઆતો કરી છે. પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી જોવા પણ આવ્યા નથી. એવું ખેડૂતોનું કહેવું છે. તેમજ કેનાલની જગ્યાએ ભૂગર્ભ નળ નાખવા માંગ કરી રહ્યાં છે.

અમે માત્ર ચોમાસામાં વરસાદના પાણીથી ખેતી કરવા મજબૂર છીએ – ખેડૂત

સ્થાનિક ખેડૂત ધનાજીએ જણાવ્યું હતું કે આ કેનાલ બનાવે આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ આજ દિન સુધી અમે આ કેનાલમાં પાણી જોયું નથી. માત્ર ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી કેનાલમાં પડવાથી અમે લોકો પાક લઈએ છીએ. માત્ર ચોમાસાની ઋતુમા જ ખેડૂતો પાક ઉગાડી શકે છે. કારણ કે છેવાડાના ગામડાઓમાં કેનાલ તો છે પણ પાણી ન આવા ના કારણે અહીંના ખેતરોમાં પાક શું ઉગાડવો? જેથી અમે લોકો વરસાદ પર નિર્ધારિત ખેતી કરી જીવન ગુજારી રહ્યાં છીએ.

પાણી સંગ્રહ માટેના ચેકડેમ પણ તૂટેલી હાલતમાં છે

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમમાં મોટા ગબળાઓ પડી ગયેલી હાલતમાં જોવા મળે છે. જિલ્લામાં સંકલિત જળ સ્ત્રાવ દ્વારા બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના અંગ્રહ તેમજ જળસંચય માટે જમીનના સ્તર ઉંચા આવે તે હેતુથી ચેકડેમ બનાવવામાં આવે છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમ માત્ર સામાન્ય વરસાદ પડતાંની સાથે જ મસમોટા ગાબડા પડી જવાના કારણે હલકી ગુણવત્તા વાળી કામગીરી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમમાં મોટા પ્રમાણમાં ગાબડા પડી જવાના કારણે આ કામગીરીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એ દેખાઈ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments