Saturday, September 18, 2021
Homeમહેસાણા : પૂરતો વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતિત
Array

મહેસાણા : પૂરતો વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતિત

ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ત્રણ દિવસથી ચોમાસાનો વિધીવત આગમન થયું છે. હવામાન વિભાગે 29 જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે આગાહીને પગલે મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હજુ જિલ્લામાં પૂરતો વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ પૂરતો વરસાદ ન આવતાં ખેડુતો પોતાના પાકને લઇને ચિંતિત બન્યાં છે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરથી આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની ખેડૂતોને આશા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments