મહેસાણા : સમર્થ ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં લાગેલી આગ છ કલાકની મહેનત બાદ કાબુમાં

0
3

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા નૂતન સ્કૂલ સામે આવેલી સમર્થ ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં રાત્રે 8 વાગ્યાના સુમારે એકા એક ધુમાડા ઉડવા લાગ્યા હતા. ધૂળેટીને લઈ ડાયમંડ યુનિટ બંધ હોવા છતાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ તપાસ કરી તો આગ લગ્યાનો બનાવ સામે આવ્યો હતો.

આગને લઇને સ્થાનિકોએ વિસનગર ફાયર ટીમને જાણ કરતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે, ઉપરના માળે આગ લાગી હોવાથી જોત જોતામાં આગ વિકરાળ બનતા મહેસાણા, ખેરાલુ, વિજાપુર, ઊંઝા, અને મહેસાણા ongc સહિત કુલ આઠ ફાયર ફાઇટર બ્રાઉઝર અને અગ્નિશામક દળોની મદદ લેવામાં આવી હતી.

ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવતા સતત 6 કલાકના પ્રયાસ બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આગને પગલે ડાયમંડ ફેકટરીમાં ભારે નુક્ષાનની આશંકા ઓ સેવાઈ રહી છે તો આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here