Tuesday, September 21, 2021
Homeમહેસાણા : સિવિલમાં પહેલીવાર સેન્ટરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું
Array

મહેસાણા : સિવિલમાં પહેલીવાર સેન્ટરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહેસાણા શહેર બાદ વિસનગર અને કડી શહેર કોરોનાને કેસને લઈ હોટસ્પોટ તરીકે જોવા મળી રહ્યું છે. ત્યારે વિસનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છ

અહીં શહેરના અગ્રણીઓ અને સેવાભાવી લોકોના સહયોગથી સ્થાનિક ધારાસભ્યના સહયોગથી સેન્ટરલાઈઝ ઓક્સિજન સાથે 40 બેડની સુવિધા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉભી કરાઈ રહી છે. અહીં હાલમાં 30 બેડ પર કેટલાક દર્દીઓને ઓક્સિજન આપી અને કેટલાકને નોર્મલ સ્થિતિમાં સારવાર આપવામાં આવી રહી છે.

ધારાસભ્ય અને સ્થાનિકોના પ્રયાસથી અહીં ટૂંક સમયમાં બાયપેપની સુવિધા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને મળશે. ત્યારે હાલમાં વિસનગર શહેર અને તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વિસનગરની સરકારી સિવિલ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments