મહેસાણા : ત્રણ મહિનાથી હાહાકાર મચાવતા દીપડાને પકડવા વનવિભાગે પાંજરુ ગોઠવ્યું

0
6

વડનગર તાલુકાના સુલતાનપુર ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્રણ મહિનાથી હાહાકાર મચાવતા દીપડાને પકડવા વનવિભાગે પાંજરુ ગોઠવ્યું છે, પરંતુ હજુ સુધી પકડમાં નહીં આવતાં રાત્રે સીમમાં રહેતા લોકો બહાર પણ નીકળી શકતા નથી.

સુલતાનપુરમાં હિમાલયા કંપની નજીક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો ફરતો હોઇ લોકો ફફડી રહ્યા છે. શુક્રવારે દીપડાએ છનાજી ઠાકોરના વાછરડાનું મારણ કર્યું હતું. દીપડાના પગના નિશાન દેખાતાં સરપંચના પતિ જયંતીજી ઠાકોરે વન વિભાગને જાણ કરતાં પાંજરુ મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરાઇ છે. આ અંગે જયંતીજી ઠાકોરે કહ્યું કે, અમે વારંવાર વન વિભાગને રજૂઆત કરી છે. પણ દીપડાને પકડવા કોઈ ઠોસ કાર્યવાહી ન કરાતાં રાત્રે લોકો બહાર નીકળતાં ડરી રહ્યા છે. કંપનીમાં મોટી સંખ્યામાં કામદારો આવતા હોય ફફડાટ જોવા મળે છે.

મામલતદાર મળીને લેખિત રજૂઆત કરી
દીપડાનો આતંક છતાં વનવિભાગે ઠોસ કાર્યવાહી ન કરતાં શનિવારે વડનગર સરપંચ એસોસિયેશનના પ્રમુખના પતિ જયંતીજી ઠાકોર, રાજપુરના કરણભાઈ ચૌધરી તેમજ ઠાકોર સમાજના અગ્રણી કોદરજી ઠાકોરે મામલતદારને મળી રજૂઆત કરી હતી. મામલતદાર આર.ડી. અઘારાએ જણાવ્યું કે, દીપડાને પકડવા વનવિભાગને જાણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here