Sunday, September 19, 2021
Homeમહેસાણા : કોરોના સંક્રમણથી બચાવવા ગ્રામ પંચાયતે ગામમાં જ ઔષધિય નાસ સેન્ટર...
Array

મહેસાણા : કોરોના સંક્રમણથી બચાવવા ગ્રામ પંચાયતે ગામમાં જ ઔષધિય નાસ સેન્ટર ઊભું કર્યું

આજકાલ કોરોના સામે ઇમ્યુનિટી બુસ્ટ કરવા, કોરોના સામે રક્ષણ મેળવવા કે ચેપ ઝડપથી દૂર કરવાના પ્રયાસોમાં આયુર્વેદિક ઔષધિય ઉપચારો તરફ વળ્યા છે. મહેસાણાને અડીને આવેલા તળેટી ગામમાં સરપંચે ગ્રામજનો માટે આવું જ એક નાસ સેન્ટર ઊભું કર્યું છે.

જે અંગે સરપંચ પીનાબેન હરેશભાઇ પટેલે કહ્યું કે, ગ્રામ પંચાયતની બાજુમાં જાહેર સ્થળે 3000 ગામલોકો માટે નાસ સેન્ટર શરૂ કરાયું છે. 80 લિટર પાણી તપેલામાં ભરીને તેમાં 30 જેટલી ઔષધિઓ નાંખી ઉકાળીએ છીએ. સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7માં લોકો નાસ લઇ રહ્યા છે. સામાન્ય કફ, શરદી, ઉધરસ હોય તો નાસથી જ ફેફસાંમાં બળી જતી હોય છે. ઔષધિય વરાળથી નાસ લીધા બાદ લોકો રાહત અનુભવી રહ્યા છે.

આ ઔષધિઓનો ઉપયોગ કરાયો| લવિંગ, તજ, મરી, અજમો, કાળીજીરી, લસણ, ડુંગરી, આદુ, હળદર, લીલી હળદર, સૂંઠ પાવડર, લીમડાના પાન, સરગવાના પાન, અરડૂસી પાન, તુલસી પાન, પીપળના પાન, અરણીના પાન, ધતુરાનું ફેંડવું, ભોંય ભોટંગડી, ભોટંગડી મોટી, નગરોના પાન, કારેલાં, લીલી મેથી, મેથી પાવડર, ફૂદીનો, લીમડાની ગળો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments