મહેસાણા : વાવાઝોડા સાથે વરસાદથી 11 ગામોમાં નુકસાન, 30થી વધુ મકાનોનાં પતરાં ઊડ્યાં

0
9

મહેસાણા જિલ્લામાં ગુરૂવારે ગરમીમાં 1 ડિગ્રીના વધારા સાથે તાપમાન 39 ડિગ્રીએ પહોંચતાં હવાનું દબાણ ઘટતાં રાત્રે 8 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા અને ગાજવીજ સાથે મહેસાણામાં 15 મીમી, ઊંઝામાં 12 મીમી અને વિસનગરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં મહેસાણા તાલુકામાં ગુરુવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાં 11 જેટલા ગામોમાં પતરાંનાં શેડ સાથે 30થી વધુ મકાનોને નુકસાન થયું છે. શંકરપુરા ગામની પ્રાથમિક શાળાની છતનાં પતરાં ઉડી ગયાં હતાં. પાલજમાં 40 ફૂટ ઊંચો ડોમ તૂટી પડ્યો હતો, લેઉવા વાડીના રસોડા સહિત ગામલોકોનાં ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં.

પાલજ
પાલજ

ઉપરાંત આખજ, દેલોલી, નાનીદાઉ, હિંગળાજપુરા, બામોસણા, મોટીદાઉ, રામવિજયનગર, મગુના અને વિરતા ગામમાં છતનાં પતરાં ઉડતાં નુકસાન થયું હતું. ઊંઝા, મહેસાણા સહિતના ગંજબજારમાં વરસાદના કારણે થોડો ઘણો માલ પલળતાં નુકસાન થયું હતું.

આખજ
આખજ
છઠિયારડા
છઠિયારડા

દરમિયાન, નુકસાન અંગે જે-તે ગામના તલાટી મારફતે સ્થળ તપાસ કરી નુકસાની અંગેનો રિપોર્ટ તાલુકા પંચાયત દ્વારા મગાવાયો છે. છઠિયારડા, કંથરાવીમાં વરસાદમાં ઇંટના ભઠ્ઠા પાણીમાં પલળી જતાં નુકસાન થયું હતું. છઠિયારડાના ઈંટ ભઠ્ઠાના સંચાલક સતિષભાઈએ આકસ્મિક આપદા માં રાહત પેકેજ આપવા રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here