Saturday, September 18, 2021
Homeમહેસાણા : એક માસમાં 3484 શ્રમિકોએ યુ વીન કાર્ડ મેળવ્યા
Array

મહેસાણા : એક માસમાં 3484 શ્રમિકોએ યુ વીન કાર્ડ મેળવ્યા

પ્રતિકારત્મક તસવીર - Divya Bhaskar

મહેસાણા જિલ્લામાં 8 જૂનથી શરૂ કરવામાં આવેલા યુ વિન કાર્ડનો લાભ હાલમાં જિલ્લામાં રહેતા શ્રમિકો લઇ રહ્યા છે. આ યુ વિન કાર્ડ દ્વારા શ્રમિકો હવે એક જ કાર્ડની અંદર સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકશે જરૂરિયાત અને ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારતા શ્રમિકો માટે યુ વિન કાર્ડ આશીર્વાદ રૂપ સાબિત થશે.

રાજ્યમાં બાંધ કામ અને અસંગઠિત શ્રમિકોને એક જ કાર્ડમાં સરકારની વિવિધ યોજનાના લાભ મળી રહે તે માટે યુ વિન કાર્ડ પોર્ટલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 8 જૂનથી આ સેવા શરૂ કરાઇ છે. જોકે, મહેસાણા જિલ્લામાં પણ શ્રમિકો આ કાર્ડનો લાભ લે તેના માટે આસિસ્ટન્ટ કમિશનર લેબર કચેરી દ્વારા શ્રમિકો ને કાર્ડ મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

જિલ્લામાં એક માસની અંદર 3484 જેટલા શ્રમિકોને યુ વિન કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના બાંધકામ શ્રમિકો અને અસંગઠિત શ્રમિકોની આવક 10 હજારથી ઓછી હોય તેવા કામદારોને યુ વિન કાર્ડનો લાભ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments