Sunday, January 23, 2022
Homeમહેસાણા : લોકોને કોરોના સંક્રમણથી બચાવવા કોવિડ સેન્ટર ઉભું કર્યું
Array

મહેસાણા : લોકોને કોરોના સંક્રમણથી બચાવવા કોવિડ સેન્ટર ઉભું કર્યું

મહેસાણાને અડીને આવેલું તળેટી ગામ કોરોનાને લઇ એકદમ સાવધ છે. કોરોનાથી પહેલી વ્યક્તિનું મૃત્યુ થતાં જ ચેતી ગયેલા ગામે ટ્રીપલ ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર કામ શરૂ કરી દીધું. કોરોનાના નાશ માટે નાસ કેન્દ્ર બનાવ્યું, તો ઓક્સિજનની તંગી વચ્ચે કોઇનો જીવ ન જાય તે માટે પ્રાથમિક શાળામાં જ 5 ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરી દીધું. પરિણામ સ્વરૂપ છેલ્લા મહિનામાં સંક્રમિત થયેલા તમામ 15 લોકો આજે સ્વસ્થ છે.

ગામમાં નાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
આટલેથી નહીં અટકતાં હવે કોરોના સંક્રમિતોને શોધવા ગામમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે અને તમામ મોનિટરિંગ ગામના 20 યુવકોની ટીમ કરી રહી છે. નાસ કેન્દ્રમાં 80 લિટર પાણી તપેલામાં ભરીને તેમાં 30 જેટલી ઔષધિઓ નાંખી ઉકાળીએ છીએ. સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7માં લોકો નાસ લઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં શહેરોને સમાંતર ગામડાંમાં પણ કોરોના સંક્રમણ પ્રસરી ચૂક્યું છે, ત્યારે સરકારે 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યમાં કોરોના મહામારીને નાથવા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે, ત્યારે તળેટી ગામ પહેલાંથી જ ગામમાં જરૂરી સુવિધા ઊભી કરી ચૂક્યું છે.

કોરોનાના નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરાયો
કોરોનાથી બચવા ડૉક્ટરો નાસ લેવા સૂચન કરે છે, ત્યારે ગામલોકોને એક જ જગ્યાએ આ સુવિધા મળી રહે તે માટે નાસ કેન્દ્ર બનાવી 30 જેટલી ઔષધીઓનો ઉપયોગ કરી ખાસ કેબિનમાં નાસ લઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. 45 થી 80 વર્ષ સુધીના 85 ટકા લોકોનું રસીકરણ પૂરું થઇ ચૂક્યું છે. નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરતાં 4 વ્યક્તિને ચેપ જણાતાં હોમ આઇસોલેટ કરી મોનિટરિંગ કરાઇ રહ્યું છે. – પીનાબેન પટેલ, સરપંચ

દર્દીને ગામમાં જ ઓક્સિજન મળી રહે છે
ગામના કપુરજી ઠાકોર નામના વૃદ્ધને 70 ટકા ઓક્સિજન રહેતું હોઇ મહેસાણામાં અનેક દવાખાના ફરવા છતાં બેડ ન મળતાં અમે ઓક્સિજનની બોટલ, રેગ્યુલેટર, ફલોમીટર વગેરે ભેગા કર્યાં અને ડૉ. ધીરેન પટેલના માર્ગદર્શનથી ઓક્સિજન સારવાર મળી રહેતાં તેઓ સ્વસ્થ છે. ગામમાં જ આઇસોલેશન રૂમ હોવાથી દવાખાનામાં બેડ ન મળે ત્યારે દર્દીને ગામમાં જ ઓક્સિજન મળી રહેતાં તેનો જીવ બચાવી શકાશે. – હરેશભાઇ પટેલ, ગામના અગ્રણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular