મહેસાણા : સૌથી મોટું માર્કેટ આગામી 8 દિવસ માટે બંધ રાખવા જાહેરાત કરી

0
6

મહેસાણા જિલ્લાનું ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. જેમાં રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ આગામી 8 દિવસ માટે બંધ રાખવા માટે જાહેરાત કરી દેવામાં આવી છે. ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે.

ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે તેમજ ઊંઝા માર્કેટમાં બહારથી કામ અર્થે કે માલ સમાન લેવા મુકવા આવતા બહાર ન રાજ્યના લોકોની પણ અવર જવર ઘટશે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હજારો કામદારો અને ખેડૂતોની પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામતી હોય છે. આ ભીડ 8 દિવસ નહી જામે તેથી ઊંઝા માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. જેમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.

એસોસિએશનમાં જોડાયેલા વેપારી નિલેશ ભાઈ એ જણાવ્યું હતું કે માર્ચ એન્ડિંગ ચાલે છે. જેમાં વેપારીઓ પોતાના હિસાબો કરી શકે અને અને 5 દિવસ વેપારીઓ હિસાબો કરવા રજાઓ રાખે જ છે. તેમજ વચ્ચે તહેવારોમાં બેંકો બંધ હોવાથી રજાઓ હોવાના કારણે હિસાબોમાં તકલીફ ન પડે એ માટે 8 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here