મહેસાણા મામલતદાર કચેરીમાં ઘઉં-ચોખા માટે NSFA કાર્ડ કઢાવવા સવારથી જ લાઈનો લાગી

0
5

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સરકારી ઘઉં અને ચોખા મેળવવા માટે એનએફએસએનો સહી-સિક્કો રેશનકાર્ડમાં ફરજિયાત હોઇ તેના ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 10મી હોઇ મહેસાણા મામલતદાર કચેરીમાં સવારે બારી ખૂલે તે પહેલાં નવ વાગ્યાથી લોકો આવીને બેગ કે થેલી મૂકી લાઈન કરી દે છે.

મહેસાણા તાલુકાના અરજદારોનો ભારે ધસારો રહેતો હોઇ પ્રાંત અધિકારીની સૂચના બાદ એકથી વધારીને ચાર કાઉન્ટર કરી દેવાયા છે. જ્યારે તલાટીના સહી-સિક્કા માટેના ટેબલ પણ બે કરાયાં છે. પુરવઠા શાખાના સૂત્રોએ કહ્યું કે, રોજ 300થી 400 ફોર્મ આવે છે. કમિટીમાં ચકાસણી પછી મંજૂર કે નામંજૂરનો નિર્ણય કરાશે. ફોર્મ સાથે બેન્ક સ્ટેટમેન્ટ જોડવાનું છે. ઘણા લોકો વધુ આવક છતાં લાભ લેતા હોઇ તેમને અટકાવવા ત્રણ વર્ષનું બેંક સ્ટેટમેન્ટ ફરજિયાત કરાયું છે.