Saturday, September 25, 2021
Homeદાહોદથી મહેસાણા કડિયાકામ કરવા આવતી ટોળકી ચોરી કરતી, બારીની ગ્રીલ તોડી ઘર...
Array

દાહોદથી મહેસાણા કડિયાકામ કરવા આવતી ટોળકી ચોરી કરતી, બારીની ગ્રીલ તોડી ઘર સાફ કરી નાંખતી

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘર ફોડ ચોરીઓની ઘટનાઓ બની હતી. આજે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા બે મહિનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. મહેસાણા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 6 ચોરીઓ થઈ હતી. જેમાં ચોરી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી દાહોદથી મહેસાણા કડિયાકામ માટે આવતી હતી અને સોસાયટીઓમાં ફરીને રેકી કરતી હતી. બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશી ઘર સાફ કરી ફરાર થઇ જતી હતી. પોલીસે ઝડપાયેલા ત્રણ શખ્સો પાસેથી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહન ચેકીંગ દરમિયાન નૂગર પાસેથી ટોળકી ઝડપાઇ

વાહન ચેકીંગ દરમિયાન નૂગર પાસેથી ટોળકી ઝડપાઇ

વાહન ચેકીંગ દરમિયાન નૂગર પાસેથી ટોળકી ઝડપાઇ

જિલ્લામાં ચોરીની ઘટનાઓને અટકાવવા અને તેનો ઉકેલ લાવવા પોલીસે ત્રણ ટીમો બનાવી હતી. ચોરોને ઝડપવા હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. મહેસાણા બાયપાસ નૂગર સર્કલ પાસે પોલીસ વાહન ચેકીંગમાં હતી, એ દરમિયાન એક અપાચે બાઇક અને એક ટ્રેક્સ ક્રુઝર ગાડીમાં ત્રણ જેટલા ઈસમો પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ ન મળત પોલીસે દાહોદના ત્રણ ઈસમો જેમાં એક કિશોરની પણ અટકાયત કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ચોરો પાસેથી મળેલી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

ચોરી પહેલા ચોરો કડીયાકામ કરવા જે વિસ્તારમાં જતા ત્યાંના મકાનોની રેકી કરતા

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર થયેલી ચોરીમાં ત્રણ જેટલા ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ ચોર ટોળકી દાહોદથી મહેસાણા જિલ્લામાં કડિયાકામ કરવા માટે આવતી હતી. જે વિસ્તારમાં કામ કરવા જતા તે વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં ફરીને ચોરી કરતા પહેલા ત્યાંની રેકી કરી ચોરીને અંજામ આપતા હતા.

ઝડપાયેલા ઈસમો મકાનની બારીની ગ્રીલ તોડી ચોરી કરતા

મહેસાણા જિલ્લામાં અને આસપાસના તાલુકામાં થયેલી ચોરી અંગે લોકલ ક્રાઇમ બ્રાંચે ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ચોરો જે પણ જગ્યાએ ચોરી કરતા હતા એ જગ્યાએ સૌપ્રથમ મકાનની બારીની ગ્રીલ તોડી મકાનની અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા. ઘણા મકાનોમાં રાત્રી દરમિયાન લોકો બહાર સુઈ રહેતા અને ચોરો ઘર સાફ કરી ફરાર થઈ જતા હતા.

લોકલ ક્રાઇમ બ્રાંચે કુલ છ ચોરીનો ભેદ ઉકેલ્યોછેલ્લા બે મહિનામાં જિલ્લા અને તાલુકાઓમાં થયેલી ચોરીને અંજામ આપતી ટોળકી આજે પોલીસના હાથે લાગી ગઈ હતી ઝડપાયેલા ચોરોએ મહેસાણા શહેરમાં ચાર ચોરી અને વિસનગરમાં બે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે ત્રણ ચોર ઝડપ્યા હજુ પણ મુખ્ય આરોપી પોલીસ પકડથી દુર

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી લેવામાં આવી હતી, જેમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક કિશોર પણ સામેલ છે. જેમાં પોલીસે રાકેશ કાળુભાઇ ભાભોર દાહોદ, અનિલભાઈ રાકેશભાઈ ગરવાલ દાહોદ, એક કિશોરને ઝડપી લીધા હતાં. તેમજ હજુ પણ મુખ્ય આરોપી ભાભોર રાકેશભાઈ છગનભાઇ જે દાહોદનો રહેવાસી છે જેને પકડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે કુલ 7,49,703નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના જેની કિંમત 2,81,203, રોકડ રકમ 1 લાખ, 3 મોબાઈલ જેની કિંમત 18,500, એક બાઇક જેની કિંમત,50,000, એક ટ્રેક્સ ક્રુઝર ગાડી જેની કિંમત 3 લાખ એમ કુલ મળી 7 લાખ 49 હજાર 703 નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments