Wednesday, September 22, 2021
Homeમહેસાણા : કોરોનાને પહોંચી વળવા વિસ્તારોમાં નવજીવન આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા
Array

મહેસાણા : કોરોનાને પહોંચી વળવા વિસ્તારોમાં નવજીવન આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા

વિજાપુરમાં કોરોનાએ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોને ભરડામાં લીધો છે. દવાખાનાઓ ભરાઈ ગયા છે, દર્દીઓનેને બેડ મળતા નથી. ત્યારે આવા સમયમા પ્રત્યેક વ્યક્તિ અને સેવાભાવી સંસ્થાઓ પોતાનાથી થાય તેવા તમામ પ્રયત્નો સાથે જરુરીયાત મંદ વ્યક્તિને ઉપયોગી થાય તે માટે કાર્ય કરી રહી છે. જ્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં નવજીવન આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. જ્યારે પીએચસી સેન્ટરોમાં ટેસ્ટિંગ વધારવા માંગ પણ કરવામાં આવી છે.

હાલમાં કોરોનાની મહામારી શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાની અસર વ્યાપક છે. મોટાભાગના ગામો સ્વેચ્છિક લોકડાઉન કરી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં શ્રી સત્તાવીસ વિકાસ મંડળ, ફલુ, જેપુર, હાથીપુરા, હસ્નાપુર સંચાલિત શ્રી એચ.બી. વિદ્યાલય ફલુ ખાતે પીએચસી સેન્ટરના સુપરવિઝનમાં નવજીવન આઈસોલેશન સેન્ટર માત્ર બે દિવસમાં ઊભું કરવામાં આવ્યું છે.

જેમાં સંસ્થાના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ તથા સમગ્ર એચ.બી પરિવાર દ્વારા જહેમત ઉઠાવીને આ મહામારીને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આવા સેન્ટર ઊભા થાય તે વિચાર સાથે અને જરુરીઆતમંદ લોકોને સેવા આપી શકાય તે માટે સંપૂર્ણ સહયોગ ડો. ડાહ્યાભાઈ પી. પટેલ ટ્રસ્ટ વતી અને સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી રહ્યો છે.

આ અંગે સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવા બીજા નવજીવન આઈસોલેશન સેન્ટર ફૂદેડા તથા લાડોલ ખાતે થાય તે માટે કામગીરી શરૂ કરવા માં આવી છે. બીજા આવા નવજીવન આઈસોલેશન સેન્ટરો કોઈ સંસ્થા ઉભી કરવા માંગતી હોય માર્ગદર્શન માટે સુરેશભાઈ પટેલનો સંપર્ક કરી શકે છે તેમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.

પીએચસી સેન્ટરોમાં ટેસ્ટિંગ વધારવા માંગ

ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી સેન્ટરોને સજાગ બનવુ જરૂરી છે તેમજ કોવિડ ટેસ્ટ વધારવા અંગે કોંગ્રેસના તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે રહેલા સુંદરપુરના પ્રહલાદ પટેલે જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પીએચસી સેન્ટર ઉપરની કોવિડ-19ની કામગીરી વધારવી પડે તેમ છે. નહી તો ગ્રામ્ય વિસ્તારોમાં હાલત વધુ ગંભીર બને તેવી શક્યતાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments