મહેસાણા : ધરોઈ ડેમમાં માત્ર પીવા જેટલું જ પાણી

0
0

મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓના અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી પરંતુ હજુ પણ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહેશે, પરંતુ પિયત માટે પાણીનો જથ્થો નહિવત હોવાના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોના માથે ચિંતન વાદળો ઘેરાયા છે.

ધરોઈ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો

ઉત્તર ગુજરાતમાં જોઇ તેવો વરસાદ હજી સુધી નોંધાયો નથી. ઉપરવાસથી પણ પાણીની આવક ડેમોમાં જોવા મળી રહી નથી. જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી. જોકે ગયા વર્ષે ચારા વરસાદના કારણે ડેમમાં પાણીનો જથ્થો છે જોકે તે માત્ર શહેરોની પાણીની સમસ્યાને પહોંચી શકે તેમ છે. પરંતુ ડેમમાં એટલું પાણી નથી કે તે ખેડૂતોની પાણીની જરૂરિયાતને પૂરી કરી શકે. ડેમમાં પિયત માટે જરૂરી પાણી ન હોવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

4 જિલ્લા ના 701 ગામ અને 12 શહેરોને પાણી પૂરું પડાય છે

ધરોઇ ડેમમાંથી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 701 ગામ અને 12 શહેરોના રહેવાસીઓને પાણી પૂરુ પાડવામાં આવે છે. ચાલુ સિઝનમાં અત્યારસુધીમાં ઓછો વરસાદ થવાથી ધરોઇ ડેમમાં નવા નીરની આવક થઇ નથી. ડેમમાં હાલ 598 ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ છે. જે ગત વર્ષની તુલનાએ ત્રણ ફૂટ ઓછો છે. ધરોઇ જળાશય અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના મતે ચાલુ વર્ષે વરસાદ ન આવે અને ડેમમાં નવા પાણીની આવક ન થાય તો પણ પીવાના પાણીની અછત સર્જાશે નહીં. પીવાના પાણીનું સંકટ દૂર થતાં લોકોમાં ખુશી છે. જોકે સિંચાઇ માટે ડેમમાં 622 ફૂટની સપાટી જરૂરી છે. માટે ખેડૂત ચિંતિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here