Tuesday, September 21, 2021
Homeમહેસાણા : સાઈ ક્રિષ્ના કોવિડ સેન્ટર શરૂ થતાં પ્રથમ દિવસે જ આયોજન...
Array

મહેસાણા : સાઈ ક્રિષ્ના કોવિડ સેન્ટર શરૂ થતાં પ્રથમ દિવસે જ આયોજન ખોરવાયું

મહેસાણા જિલ્લામાં કોરોના કેસ વધતા તમામ કોવિડના બેડ હાલમાં ફૂલ થઈ ચૂક્યા છે. જેથી નાયબ મુખ્યમંત્રીએ મહેસાણામાં સાઈ ક્રિષ્ના હોસ્પિટલ શરૂ કરવા જણાવ્યું હતું. જેથી તંત્ર દ્વારા સાઈ ક્રિષ્ના હોસ્પિટલ શરૂ કરાઇ હતી. જ્યારે 150 બેડની સાઈ કૃષ્ણા હોસ્પિટલની શરૂઆતના પહેલા જ દિવસે ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાઇ હતી. ઓક્સિજનના અભાવે એક દર્દીનું મોત થયુ હતું. જ્યારે બહારથી આવેલા દર્દીઓ રાજળી પડ્યા હતા.

હોસ્પિટલમાંમાં વ્યવસ્થાના અભાવે એકનું મોત
મહેસાણાના પરમાર પરિવાર કોરોના પોઝિટિવ હોવાના કારણે પહેલા લાયન્સમાં લઇ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે કહ્યું કે, સાઈ ક્રિષ્નામાં લઇ જાઓ ત્યારે દર્દીના સગાઓએ સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં તાપસ કરી હતી ત્યાં જાણવા મળ્યું કે અહીંયા જગ્યા છે પરંતુ અહીંયા 12 વાગે લાવામાં આવતા તેમ છતાં કોઈએ તાપસ ના કરતા ઓક્સિજનના મળતા 75 વર્ષીય આધેડનું હોસ્પિટલ બહાર મોત થયું હતું.

ઓક્સિજન લાઈનમાં ખામી સર્જાઈ
હોસ્પિટલ શરૂ થયાની લોકોને જાણ થતાંની સાથે જ સિરિયસ દર્દીઓને લઈને આવેલા તેમના સાગા વ્હાલા 108 મારફતે સાઈ કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. પરંતુ ઓક્સિજન લીકેજના કારણે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા લોકોનો ખડકલો જામ્યો હતો.

108ની અંદર દર્દીઓની સારવાર કરાઈ
બહારથી પોતાની વાઈફને લઈને મહેસાણા સાઈ કૃષ્ણા ખાતે આવેલા અશોક બારોટના જણાવ્યાનુસાર, ઓક્સિજન લીકેજ થયું હોવાનું જાણવા મળતા 108ના કર્મચારીઓએ બે જેટલા દર્દીઓને 108 ની અંદર જ સારવાર આપી હતી.

હોસ્પિટલમાં ની અંદર દર્દી અને તેમના સગાઓનો ખડકલો
સાઈ કૃષ્ણા હોસ્પિટલમાંમાં દાખલ કરવા આવેલા દર્દીઓના પરિવાર જનો પોતાના દર્દીને સારવાર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં પ્રથમ દિવસે જ ઓક્સિજનની ખામી સર્જાઇ હતી. હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓના પરિવારજનોને જાણવા મળ્યું કે, ઓક્સિજન લીકેજ થયાની સમસ્યા સર્જાય છે. જેથી દર્દીઓ હોસ્પિટલમાંની અંદર ફ્લોર પર બેસવા મજબુર બન્યા હતા

હોસ્પિટલમાં હાલમાં વેન્ટિલેટર ફિટ કરવાની કામગીરી શરૂ
સાઈ કૃષ્ણા હોસ્પિટલમાંની અંદર દર્દીઓ ને દાખલ કર્યા પહેલા વેન્ટિલેટરની કામગીરી નહોતી કરાઈ પરંતુ હાલમાં પુર જોસમાં વેન્ટિલેટર ફિટિંગની કામગીરી શરુ કરાઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ઓક્સિજનન લાઇનને રીપેર થતા ત્રણ કલાકનો સમય લાગશે. તેમજ હાલમાં દર્દીઓને હોસ્પિટલ બહાર 108માં ઓક્સિજન લગાવી સારવાર આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments