મહેસાણા : પ્રમુખ તરીકે પ્રહલાદ પરમાર અને ઉપપ્રમુખ પદે અંબારામ ઠાકોરની નિમણૂક કરાઈ

0
7

મહેસાણા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી મામલે આજે પ્રક્રિયા યોજાઈ છે. જેમાં ભાજપમાંથી પ્રમુખ પદ માટે બહુમતી સાથે જિલ્લાની તમામ સંસ્થાઓમાં ભાજપના પદાધિકારીઓ નિમાયા છે. મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રહલાદ પરમાર અને ઉપપ્રમુખ પદે અંબારામ ઠાકોરની નિમણૂક કરાઈ છે.

મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયત પૈકી પાંચ બિનહરીફ ભાજપના પદાધિકારીઓ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બાકીની પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ જેમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદન મુજબ ભાજપે પોતાના પદાધિકારીની નિમણૂક કરી સત્તા હાંસલ કરી છે, ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે સીતા પટેલ અને ઉપપ્રમુખ મહેશ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

જોટાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે બળદેવ સોલંકી અને ઉપપ્રમુખ શિલ્પા પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલ પટેલ અને ઉપપ્રમુખ સોનબા ઝાલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વડનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે પરેશ પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સુમિત્ર પટેલ અને ઉપપ્રમુખ નીતાબેન ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જ્યારે મહેસાણા, કડી, ખેરાલુ, સતલાસણા અને વિજાપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી જિલ્લાની ચાર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ જેમાં પણ ભાજપે બાજી મારતા પ્રમુખ ઉપ્રમુખ પદે ભાજપના ચૂંટાયેલા સભ્યોએ સતત જીત મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here