Sunday, January 19, 2025
HomeગુજરાતMEHSANA : અન્નપૂર્ણા માતાજીના વ્રત મહોત્સવની તડામાર તૈયારી, 21 દિવસ અખંડ ધૂન...

MEHSANA : અન્નપૂર્ણા માતાજીના વ્રત મહોત્સવની તડામાર તૈયારી, 21 દિવસ અખંડ ધૂન સહિત હશે આ કાર્યક્રમ

- Advertisement -

મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે આવેલા યાત્રાધામ અન્નપૂર્ણા માતાજીના વ્રત મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. મોદીપુર સ્થિત અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં 21 દિવસીય વ્રત મહોત્સવ યોજવામાં આવનાર છે. આ દિવસો દરમ્યાન 21 દિવસની અખંડ ધુનનું આયોજન કરવામા આવ્યુ છે. આ સમય દરમ્યાન ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.તો 27 ડિસેમ્બર વ્રત પૂર્ણ થતાં નવચંડી યજ્ઞ યોજાશે.

આ વ્રત મહોત્સવ દરમિયાન મોટાપાયે મેળો પણ ભરાશે. આ વ્રત મહોત્સવ દરમ્યાન બહારથી આવતા યાત્રાળુઓ માટે મહેસાણા એસ.ટી.ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં આવતા યાત્રાળુઓ માટે રહેવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મોદીપુર, અંબાસણ અને ભેંસાણા ગામની ત્રિભેટે આવેલા આ સ્થાનકની ચારે કોર વનરાજી ફેલાયેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular