Saturday, September 18, 2021
Homeમહેસાણા : PUC સર્ટિફિકેટ કાઢવામાં ચાલી રહ્યો છે ઘોટાળો
Array

મહેસાણા : PUC સર્ટિફિકેટ કાઢવામાં ચાલી રહ્યો છે ઘોટાળો

વાહન માલિક પાસે જો વાહનનું પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) નું સર્ટિ ન હોય અને પોલીસ પકડે તો રૂ.1 હજારનો દંડ વસુલવામાં આવે છે. દંડનીય કાર્યવાહીથી બચવા પીયુસી સેન્ટરો પર વાહન માલિકોનો ધસારો વધ્યો છે. મુખ્ય હાઇવે પર આવેલા 4 સેન્ટરોની તપાસમાં ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. 4 પૈકી 1 સેન્ટરે તો વાહન ઘરે હતું ને વાહનનું પ્રદૂષણનિયંત્રણ હેઠળ હોવાનું સર્ટિ આપી દીધું હતું.

જ્યારે 2 સેન્ટર પર માત્ર વાહનની નંબર પ્લેટનો ફોટો પાડી સર્ટિ મળી ગયું. જોકે, 4 પૈકી 1 સેન્ટર પર નિયમ મુજબ વાહનનું પ્રદૂષણ માપી સર્ટિ અપાયું હતું.એક પીયુસી સેન્ટરના સંચાલકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, રૂ.4 લાખના ખર્ચે સેન્ટર શરૂ કર્યું હતું. એટલે હવે બંધ કરવું પોષાય તેમ નથી. દર વર્ષની રિન્યુ ફી અને મશીનના સર્ટિ પાછળ રૂ.25 હજાર જેટલો ખર્ચ પડે છે. જો સેન્ટર ચાલુ રાખવું માટે તપાસમાં આવતા સ્ટાફને ખુશ રાખવા રૂ.15 હજારનો ખર્ચ થાય છે.

શહેરના મુખ્ય હાઇવે પરના ગાયત્રી મંદિરની સામેના જય અંબે પીયુસી સેન્ટર પર રિપોર્ટરના ટુ-વ્હિલરની નંબર પ્લેટનો ફોટો પાડી સર્ટિ આપ્યું હતું. આ દરમિયાન એક કારચાલક આવતાં સંચાલકે તેની પાસે જ કારની નંબર પ્લેટનો ફોટો પડાવી તેને પણ સર્ટિ આપી દીધું.

બાઇકનો ફોટો પાડી સર્ટિ દીધું

શહેરના શિલ્પા ગેરેજ પાસે આવેલા શિવશક્તિ પીયુસી સેન્ટરના સંચાલકે રિપોર્ટરના બાઇકની નંબર પ્લેટનો મોબાઇલ વડે ફોટો પાડી કેબિનમાં ગયા હતા. નંબર પ્લેટના ફોટાને કોમ્પ્યુટરમાં લઇ બારોબાર સર્ટિ આપી દીધું હતું. પ્રદૂષણની માત્રા ચેક કરવાનું મુનાસિબ ન માન્યું.

કારનું પીયુસી સર્ટિ નિયમ મુજબ મળ્યું

શહેરના મુખ્ય હાઇવેના ટાટા મોટર્સની સામે આવેલા સિદ્ધેશ્વરી પીયુસી સેન્ટરના સંચાલક પાસે કારના પીયુસી સર્ટી માટે ગયા હતા. જોકે, સંચાલકે નિયમ મુજબની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પીયુસી સર્ટિ કાઢી આપ્યું હતું.

નિયમ આ છે – વાહન સેન્ટરના કોમ્પ્યુટર સામે ઉલટું પાર્ક કરવું

  • ઓપરેટર વાહનના નંબરને ઓનલાઇન તપાસી નંબર પ્લેટનો ફોટો ક્લીક કરે છે.
  • પ્રદૂષણ માપતા મશીનની નોડ ચાલુ વાહનના સાયલન્સરમાં લગાવાય છે.
  • વાહનના ધુમાડાનું રીડિંગ આપમેળે કોમ્પ્યુટરમાં નોંધાય છે.
  • ત્યાર બાદ પીયુસી સર્ટિ મળી શકે છે.
  • આખી પ્રક્રિયાને 2 થી 3 મિનિટ લાગે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments