Friday, September 17, 2021
Homeમહેસાણા : ખાનગી શાળાઓમાં ફી માફી આપવા અંગે ઠરાવ;કોંગ્રેસ દ્વારા લેખિત માંગણી...
Array

મહેસાણા : ખાનગી શાળાઓમાં ફી માફી આપવા અંગે ઠરાવ;કોંગ્રેસ દ્વારા લેખિત માંગણી કરાઇ

મહેસાણા જિલ્લા પંચાયતની આગામી 10મી એ સામાન્ય સભાની બેઠક મળનારી છે. જેમાં મહેસાણા જિલ્લાની સવાલા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા સદસ્ય રાજીબેન ચૌધરીએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પોતાના અધ્યક્ષસ્થાનેથી પ્રશ્નો લઈને તારીખ 10 મીના રોજ યોજાનાર સામાન્ય સભામાં કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતિ વિકટ બનતા પોતાના બાળકોને શાળાઓની ફી ભરવી મુશ્કેલ છે. ત્યારે જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફી માફી આપવા ઠરાવ કરવા લેખિત માંગણી કરાઇ છે. આ સાથે સાથે આરોગ્ય કેન્દ્રો અને અપગ્રેડ કરી સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ ગ્રામ્યકક્ષાએ મળી રહે તે માટે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામા આવશે.

મહેસાણા જિલ્લા પંચાયતની આગામી 10 ઓગસ્ટના રોજ સામાન્ય સભાની બેઠક યોજાશે. જેમા શિક્ષણ સમિતિ અને આરોગ્ય સમિતિના એક એક સભ્યોનાં રાજીનામાં મંજૂર કરાશે અને નવા એક એક સભ્યોને બંન્ને સમિતિઓમાં નિમણૂક અપાશે. જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રમુખ પ્રહલાદ પરમારના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં એજન્ડામાં કુલ 9 દરખાસ્તો કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments