મહેસાણા : હેલ્થકલબ, આવાસ યોજના, ભૂગર્ભ ગટર, વોટરવકર્સ પાછળ રૂ.80.33 કરોડ ખર્ચાશે

0
2

મહેસાણા નગરપાલિકાના વર્ષ 2021-22ના બજેટની જોગવાઇઓ 7 દિવસ પહેલાં દર્શાવી હતી, એટલી જ રકમ રૂ.220.92 કરોડના બજેટને મંગળવારે ટાઉનહોલમાં મળેલી ખાસ સાધારણ સભામાં રૂ. 89.38 કરોડ પુરાંત દર્શાવી સર્વાનુમતે મંજૂર કરાયું હતું. પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રજૂ કરાયેલા આ બજેટમાં ગ્રાઉન્ડ, હેલ્થકલબ, સીસી રોડ, આવાસ યોજના, ભૂગર્ભ ગટર, વોટરવકર્સ, દીવાબત્તીના ચાલુ-નવા કામો પાછળ સૌથી વધુ રૂ.80.33 કરોડ ખર્ચાશે.

જ્યારે નવિન પ્રોજેક્ટોમાં રૂ.25 કરોડ, ટીપીમાં રૂ.9.10 કરોડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રૂ.9.50 કરોડ, પબ્લિક હેલ્થ પાછળ રૂ.13.46 કરોડ ખર્ચા કરાશે. સાથે 20 સમિતિઓની વરણી કરાઇ હતી. બજેટની તમામ કાર્યવાહી 30 મિનિટમાં પૂરી કરી દેવાઇ હતી.

24 માર્ચે ભાસ્કરે જણાવેલી તમામ વિગતો આ બજેટમાં
બજેટમાં શહેરીજનો માટે બે ફિજિયોથેરાપી સેન્ટર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે સ્ટડી સેન્ટર, બગીચા અને તળાવમાં એનજીઓ, ક્લબોની નવિન પ્રવૃત્તિઓ માટે હેપ્પીસ્ટ્રીટના કામોની જોગવાઇ કરાઇ છે. સભા બાદ કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, ફિઝિયોથેરાપી સેન્ટર માટે ઇનરવ્હીલ ક્લબ સાથે એમઓયુ મુજબ આયોજન કરીશું. આત્મારામ કાકા અને રોટરી સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરની જેમ પાલિકા પણ બિલકુલ રાહતદરે ફિઝિયોથેરાપી સુવિધા આપશે.

મહિલા કોર્પોરેટરે પૂછ્યું, કચરાની લેન્ડફીલ સાઇટમાં ગેરરીતિમાં શું થયું?
બેઠકમાં વોર્ડ નં.11નાં મહિલા કોર્પોરેટર સેજલબેન પટેલે લેન્ડફીલ સાઇટ પર કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના કામમાં થયેલી ગેરરીતિનો મુદ્દો ઉઠાવી રજૂઆતના 6 મહિનામાં શું કાર્યવાહી થઇ? તેનો જવાબ માગ્યો હતો. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, પ્રાદેશિક કમિશ્નર અને શહેરી વિકાસ વિભાગમાં દરખાસ્ત કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ પછી ચૂંટણી આવી હતી, હવે આગળ કાર્યવાહી કરાશે.

સિટી-1માંથી 9 અને 2માંથી 11 ચેરમેન
​​​​​​​વોર્ડ નંબર 2, 3, 4, 10 અને 11 સિટી-1માં આવે છે. વોર્ડ નં.11માં ચૂંટાયેલા કનુભાઇ પટેલ (ઘડિયાળી)ને ટીપી સહિત સિટી-1માંથી 9 સમિતિમાં ચેરમેન મૂકાયા છે. જ્યારે સિટી-2માં આવતા વોર્ડ નં. 1, 5, 6, 7, 8, 9માંથી 11 કોર્પોરેટર સમિતિમાં ચેરમેન બન્યા છે.

કારોબારી, ટીપી સહિત સમિતિના ચેરમેન વરાયા
-​​​​ કારોબારી કૌશિકભાઇ હિરાલાલ વ્યાસ (વોર્ડ-9)
– ટાઉન પ્લાનિંગ કનુભાઇ માધવલાલ પટેલ (વોર્ડ-11)
– રોડ-રસ્તા રાજેશભાઇ પરસોત્તમદાસ પટેલ (વોર્ડ-7)
– બિલ્ડીંગ બાંધકામ દિપકભાઇ પ્રહલાદભાઇ પટેલ (વોર્ડ-3)
– વોટરવર્કસ રાકેશભાઇ ભોળાભાઇ પટેલ (વોર્ડ-5)
– ભૂગર્ભ ગટર સંજય પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટ (બંકો)(વોર્ડ-4)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here