Wednesday, January 19, 2022
Homeગુજરાતમહેસાણા : 1.36 લાખની લૂંટ કરનારા શખ્સને સેશન્સ કોર્ટે 2 વર્ષની કેદ...

મહેસાણા : 1.36 લાખની લૂંટ કરનારા શખ્સને સેશન્સ કોર્ટે 2 વર્ષની કેદ અને 5500 દંડ ફટકાર્યો

મહેસાણા જિલ્લાના કડી ખાતે વર્ષ 2015માં મારામારી અને તોડફોડ કરી લૂંટની ઘટનાને અંજામ આપનારા એક શખ્સને મહેસાણા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદ અને 5500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

 

કડી કરણનગર રોડ પર રસિક પટેલની દુકાનમાં છ વર્ષ અગાઉ બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ હથિયાર ધારણ કરી દુકાનમાં તોડફોડ કરી હતી. જેથી દુકાનમાં હાજર લોકો ગભરાઇ ગયા હતા અને દુકાન પાછળના ભાગમાં જતા રહ્યા હતા. આ દરમિયાન દુકાન પર આવી તોડફોડ મચાવનારા મનીષ રબારી નામના શખ્સે એક લાખ રૂપિયા રોકડ અને 36 હજારની સોનાની કડીઓની લૂંટ કરી હતી. જે મામલે દુકાનદાર રસિકભાઇએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મહેસાણાની સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી મનીષ રબારી સામે સેશન્સ જજ પી જી ગોકાણીએ સરકારી વકીલ ભરત પટેલની દલીલો અને બનાવવા અંગેના પુરાવા અને સાક્ષીઓ તપાસ્યા બાદ કાયદા અનુસાર દોષિત ઠેરાવ્યો હતો. કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદ અને પાંચ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહેસાણા સેશન કોર્ટના જજમેન્ટથી અસામાજિક પ્રવૃત્તિ સાથે ગુનાહિત કૃત્ય કરતા તત્વો સામે એક ઉદાહરણ બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular