Friday, April 19, 2024
Homeગુજરાતમહેસાણા SOG ટીમે ઊંઝા માંથી 30 લાખનું ડ્રગ્સ ઝડપ્યું

મહેસાણા SOG ટીમે ઊંઝા માંથી 30 લાખનું ડ્રગ્સ ઝડપ્યું

- Advertisement -

મહેસાણા જિલ્લામાં આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઊંઝા ખાતેથી એક ટાબરીયો અને એક શખ્સને MD ડ્રગ્સ વેંચતા રંગેહાથ ઝડપી 30 લાખથી વધુના મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ આદરી છે.મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપને ખાનગી રહે બાતમી મળી હતી કે, ઊંઝામાં ગંજ બજારમાં આવેલા પાછળના ભાગે શ્રીજી ટ્રેડિગ સામે આવેલા ધાબા પર બનાવવામાં આવેલી ઓરડીમાં ડ્રગ્સ વેંચતા હોવાની જાણ મળતા એસઓજી ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ઓરડીમાં રહેતા ગોદારા સતારામ અને ગોદારા ગમડારામ ડ્રગનું વેચાણ કરતા હતા. બાતમી મળતા એસઓજી ટીમે વર્ક આઉટ કરી બે ઇસમોને ઝડપી લીધા હતા.

રેડ દરમિયાન 22 વર્ષીય આરોપી ભોજારામ ગોદારા અને એક 16 વર્ષીય કિશોર ભેગા મળી ઓરડીમાં ચમચી વડે કોથળીઓમાં ડ્રગ્સ ભરી રહ્યા હતા એ દરમિયાન પોલીસે રેડ મારી બંનેને ઝડપી પાડી કુલ 30 લાખ 91 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપી ગોદારા સતારામ અને ગોદારા ગમડારામને ઝડપવા વધુ તપાસ આદરી હતી.

ડ્રગ્સ વેચનાર ગોદાર સતારામ અને ગોદારમ ગમડારામ પોતાન મળતીયા પાસે ઓરડીમાં ડ્રગ્સ પેક કરાવી વેંચતા હતા. આરોપીઓ ઓરડી ભાડે રાખી સ્થાનિક છૂટક મજૂરી કરતા અને જે કોઈને ડ્રગ્સ લેવું હોય તો સૌ પ્રથમ મુખ્ય સુત્રધારને સંપર્ક કરતા ત્યારબાદ તેઓ ઓરડીમાં રહેતા કિશોર અને એક યુવકને ડ્રગ્સ કોને આપવું તેની વિગતો આપતા.​​​​​​​મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની ટીમને બાતમી મળ્યા બાદ આરોપીઓને રંગે હાથ ઝડપવા માટે સતત રાત દિવસ વોચ ગોઠવી સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપના કેટલાક પોલીસ કર્મીઓએ અલગ અલગ વેશ ધારણ કરી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular