Friday, September 17, 2021
Homeમહેસાણા : વેપારીઓ માટે ખાસ કેમ્પનું આયોજન
Array

મહેસાણા : વેપારીઓ માટે ખાસ કેમ્પનું આયોજન

મહેસાણા જિલ્લામાં આજે 101 સ્થળે વેપારીઓ માટે રસીકરણની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે જોકે કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા વેપારીઓને રસીકરણ કરાવવા માટે પ્રાથમિકતા આપવામાં આપી છે જેને લઇને મહેસાણા જિલ્લામાં આજે 101 સ્થળે વેપારીઓ માટે રસીકરણની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે જેમાં રવિવાર હોવાના કારણે વેપાર-ધંધા બંધ હોવાથી અને વેપારીઓ માટેની ખાસ ડ્રાઈવના કારણે આજે મોટી સંખ્યામાં વહેપારીઓ રસી મુકવા આવતા નજરે પડ્યા હતા.

મહેસાણા શહેરમાં ડોસાભાઈ ધર્મશાળા અને સિવિલ હોસ્પિટલ ખાતેની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ રસીકરણ કરાવવા માટે લાઈનમાં ઉભેલા નજરે પડ્યા હતા જેમાં વાતચીત દરમિયાન વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ દિવસ દરમિયાન ધંધા-રોજગાર બંધ કરીને રસી લેવા માટે આવતા હતા, પરંતુ મોટી લાઈનો હોવાના કારણે રસી નહોતી મળતી જેથી રોજ ધંધામાં રજા પાડવી શક્ય નહોતી જેથી અમે રસી મેળવી શકતા નહોતા જેથી સરકારે હવે આખા ડ્રાઈવનું આયોજન કર્યું છે એ ખૂબ સારું આયોજન છે આનાથી દરેક વેપારી રસી મેળવી શકશે.

વેક્સિન લેવા માટે વહેપારીઓ ની લાંબી લાઈનો

વેક્સિન લેવા માટે વહેપારીઓ ની લાંબી લાઈનો

ડોસાભાઈ ધર્મશાળા બહાર મોટી સંખ્યામાં લાઇન લાગી

રવિવાર હોવાના કારણે આજે ધંધા રોજગાર બંધ હોવાથી મહેસાણાના વેપારીઓ રસી મુકાવવા વહેલી સવારથી પોતાના ઘરના નજીકના કેન્દ્રોમાં લાઈનોમાં જોડાયા હતા જેમાં પિલાજીગંજ પાસે આવેલ ડોસાભાઈની ધર્મશાળા બહાર મોટી સંખ્યામાં રસી માટે વેપારીઓ આવી પહોંચ્યા હતા.

મહેસાણા સિવિલ ખાતે પણ રસી લેવા માટે લાઈનો લાગી

મહેસાણા સિવિલ ખાતે પણ રસી લેવા માટે લાઈનો લાગી

2 મહિના સુધી ધક્કા ખાધા હવે રસી મળી: વૃદ્ધ વેપારી

મહેસાણા શહેરમાં રહેતા અને પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા 72 વર્ષીય પુરારામ ગજાજી પવાર નામના વૃદ્ધ વેપારી જેઓ છેલ્લા બે મહિનાથી રસી માટે ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ મોટી લાઈનો હોવાના કારણે આ વેપારીને રસી નહોતી મળતી જેના કારણે આજે વેપારીઓ માટેની ખાસ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં આ વેપારીને રસી મેળવવા આસાની થઈ હતી તેમને ભાસ્કરની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

ત્રણ મહિના બાદ વૃદ્ધ અને આજે રસિક મળી

ત્રણ મહિના બાદ વૃદ્ધ અને આજે રસિક મળી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments