મહેસાણા : તા.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસના એક ઉમેદવારની અટકાયત થતા સત્તાનું સપનું રોળાયું

0
8

કોંગ્રેસના ઉમરી સીટ પર વિજેતા થયેલા ઉમેદવાર વસંત જોશી આજે પ્રમુખ-ઉપપ્રમુની ચૂંટણી માટે યોજાનારી સભામાં હાજર થાય તે પહેલા જ 8 વર્ષ જૂના ઉચાપતના એક કેસમાં તેની અટકાયત કરી લેવાતા તે હાજર રહી શક્યા ન હતા. વસંત જોશીની વર્ષ 2013માં રૂપિયા 1 લાખ 8 હજારની ઉચાપતના કેસમાં ધરપકડ કરવામા આવી હતી. વસંત જોશી અગાઉ 2013ના દૂધ ઉત્પાદક સહકારી મંડળી મોટી ભાલુના મંત્રી તરીકે હોદ્દા પર હતા ત્યારે તેમની સામે ઉચાપતનો કેસ નોંધાયો હતો.

કૉંગ્રેસના સભ્યની ધરપકડ બાદ ભાજપની સત્તા

સત્તલાસણા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુલ 16 બેઠકમાંથી 8 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. સાત બેઠક પર ભાજપનો અને એક બેઠક પર અપક્ષનો વિજય થયો હતો. એટલે કે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ના હતી. ભાજપને અપક્ષનું સમર્થન મળે તો પણ ભાજપ-કૉંગ્રેસની સમાન બેઠક થતી હતી.જો કે, કૉંગ્રેસના એક સભ્યની ધરપકડના કારણે કૉંગ્રેસનું સંખ્યાબળ પણ સાતનું થયું હતું. અપક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન આપતા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવવામા સફળ રહ્યો હતો.

ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

સતલાસણા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના લક્ષ્મીકુવરબા વિરેન્દ્ર સિંહ પરમાર ચુંટાઈ આવ્યા 8 વિરુદ્ધ સાત મતથી લક્ષ્મી કુંવરબા વિરેન્દ્રસિંહ પરમાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

સતલાસણા તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ તરીકે ભારતીબા કિસ્મતસિંહ ચૌહાણ ને આઠ મત મળતા તેઓ ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

કૉંગ્રેસે લોકશાહીની હત્યા સમાન કૃત્ય ગણાવ્યું

​​​​​​​સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા કૉંગ્રેસના એક સદસ્યની અટકાયત થતા કૉંગ્રેસે આ કૃત્યને લોકશાહીની હત્યા સમાન કૃત્ય ગણાવ્યું હતું. ઉમેરટા સીટ પરના સભ્ય ભીખાભાઈ ચૌધરીએ કહ્યું કે, અમારા એક સભ્ય પર ખોટો કેસ કરી આજે સવારથી સતલાસણામાં પોલીસ બંદોબસ્ત કરી અમારા ઉમેદવારને તાલુકા પંચાયતના નાકા પાસેથી ધરપકડ કરી કોઈ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. જેના કારણે આજે અમારો એક સભ્ય ઓછો થયો હતો જેના પરિણામે ભાજપ સતલાસણા તાલુકા પંચાયત ની પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી જીતી ગયા હતા. આ મામલે તેઓએ કાયદાકીય સલાહ લઈ આગળ રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here