મહેસાણા : વિદ્યાલયને એવોર્ડમાં સરકાર દ્વારા રૂ. એક-એક લાખ પ્રોત્સાહક ઇનામ અપાશે

0
8

રાજ્યમાં દર વર્ષે યોજાતી જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગીતામાં વર્ષ 2020-21માં મહેસાણા જિલ્લામાં શહેરી વિભાગમાં મહેસાણાની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલય તેમજ ગ્રામ્ય કક્ષામાં મહેસાણા તાલુકાના આંબલિયાસણની સાર્વજનિક વિદ્યાલય અને ઊંઝાના કહોડા ગામની કે.એન. પટેલ સર્વોદય હાઇસ્કૂલની પસંદગી થઇ છે. એવોર્ડમાં સરકાર દ્વારા રૂ. એક-એક લાખ પ્રોત્સાહક ઇનામ અપાય છે. આ ત્રણે શાળાઓના આચાર્યને જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢ પટેલના હસ્તે પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.

શાળામાં શિક્ષણ બોર્ડની પરીક્ષાનું સારૂ પરિણામ, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક વિવિધ પ્રવૃત્તિઓ, વિશિષ્ટ સિદ્ધિઓ સાથે શાળાઓએ દરખાસ્ત કરી હતી. જે શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી, પ્રા. શિક્ષણાધિકારી, ડાયટ પ્રાચાર્યની કમિટીએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યા પછી સૂચિત માપદંડો મુજબ માર્કિંગ કરાયું હતું અને કમિશ્નર કચેરીને અહેવાલ કરાયો હતો. જે મુજબ આ ત્રણ શાળાની પસંદગી એવોર્ડ માટે થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here