મહેસાણા: ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, જાણો… આજના કાર્યક્રમ વિશે

0
2

ઊંઝા, તા. 18 ડિસેમ્બર 2019 બુધવાર

આજથી મહેસાણાના ઊંઝામાં 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે.

આજે 108 જેટલા મુખ્ય યજમાનો થકી 1100 જેટલા ભૂદેવો થકી આ મહાયજ્ઞનો પ્રારંભ થશે.

ભારત સહિત 126 દેશોમાંથી અંદાજે 80 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઊંઝામાં પધારશે.

મહાયજ્ઞને સફળ બનાવવા માટે અલગ અલગ 45 કમિટીઓની રચના કરવામાં આવી છે અને 30 હજારથી વધારે સ્વયંસેવકોની ફોજ ખડે પગે છે.

ભક્તોના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. બુંદી, મગદાળ, હૂંડી અને ડ્રાયફ્રુટની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. 17 લાખ લાડુ પણ બનાવવામાં આવ્યા છે.

મહોત્સવના શુભારંભ પહેલા જ એશિયા બુક ઓફ રેકોર્ડમાં 4 રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે.

મહાયજ્ઞના આજના પ્રથમ દિવસનો કાર્યક્રમ

– સવારે ઉમિયાનગરમાં મંગલપ્રવેશ કર્યા બાદ યજ્ઞનો શુભારંભ કરાશે

– જગતગુરૂ શંકરાચાર્યની ધર્મસભા અને 4 વાગે લક્ષએક્ષ્‍પો

– જુદાજુદા પેવેલિયનોના ઉદ્ઘાટન

– સાંજે 5 વાગે મહોત્સવનું ઉદ્ઘાટન

– નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શ્રેષ્ઠીઓ અને મહાયજ્ઞના દાતાઓનુ સન્માન કરાશે

– રાત્રે મલ્ટિમીડિયા અને સાંસ્કૃતિક કાર્યક્રમ

 

મહાયજ્ઞ મહોત્સવની વિશેષતાઓ

– ન્યુ ઈન્ડિયા પેવેલિયનમાં ઔદ્યોગિક, વાણિજય, કૃષિ, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોનું પ્રદર્શન અને સ્ટોલ

– આસ્થા અને વિજ્ઞાનના સમન્વયરૂપ વિશાળ ગ્લોબલ ઈનોવેશન

– કોંકલેવ, સ્ટાર્ટ એક્ટ સહિતના વિષયો પર માર્ગદર્શન

– વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એક્સપર્ટ દ્વારા જ્ઞાનકુટીર અને વ્યાપાર સ્થળ

– મહોત્સવમાં આવનાર દરેક ભક્ત દ્વારા જળશક્તિ અભિયાનને જળ અભિયાન બનાવાશે

– આંગણવાડીઓને દત્તક લેવાનું મહાઅભિયાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here