મહેસાણા : વડનગરમાં મોદી પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલા વૃદ્ધાશ્રમને 20 વર્ષ પૂર્ણ

0
2

વડનગર એક ઐતિહાસિક નગરી હોવાની સાથે સાથે વડાપ્રધાન મોદીનું વતન પણ છે. વડનગરમાં મોદી પરિવાર દ્વારા તેમના સ્વર્ગીય વડીલ દમોદરદાસ મોદીની યાદમાં નિરાધાર અને જરૂરિયાત મંદ વૃદ્ધો માટે એક વૃદ્ધાશ્રમ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું સંચાલન વડાપ્રધાનના ભાઈ સોમાભાઇ મોદી કરી રહ્યાં છે. 20 વર્ષથી કાર્યરત આશ્રમને હજુ સુધી કોઇ નામ અપાયું નહોતું, જ્યારે કોઈ નામ અપાયું જ્યારે 21માં વર્ષમાં પ્રવેશ કરતા વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસનું નામ આપવામાં આવ્યું છે.

16 ફેબ્રુઆરીએ દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરાયું

વડનગરમાં મોદી પરિવારના વૃદ્ધાશ્રમમાં 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ રહેતા વડાપ્રધાન મોદીના પરિવારજનો દ્વારા વડનગરની મુલાકત લઈ પોતાના વૃદ્ધાશ્રમમાં શતાબ્દી પર્વની ઉજવણી રૂપે દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીના નાના ભાઈ સોમાભાઇ મોદી કરી રહ્યાં સંચાલન

વડનગરમાં વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ મોદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દમોદરદાસના સમગ્ર પરિવારે વડનગર ખાતે આવી વૃદ્ધાશ્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સોમાભાઈ મોદી દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમને 20 વર્ષ પૂર્ણ થયા છે, આ સાથે 21માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા શતાબ્દી મહોત્સવ પર્વ ઉજવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત વડાપ્રધાન મોદીના માતા હીરાબાના હસ્તે દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે ખાસ વડનગરમાં વૃદ્ધોને સેવા આપતા આ આશ્રમમાં 20 વર્ષથી કોઈ નામ અપાયું ન હોવાથી 21માં વર્ષમાં પ્રવેશ કરતા વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસનું નામ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here