મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે કોરોના કહેર વધી રહ્યો છે. જેને લઈને મહેસાણા પાલિકા પ્રમુખ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા પાલિકાના કર્મીઓની ચાર ટીમો બનાવી છે. આ ટીમો દ્વારા આજે શહેરમાં દુકાનદારો, લારીઓ, ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરનારાઓ સામે આજે લાલ આંખ કરી હતી. તેમજ શહેરમાં આવેલા તોરણવાડી ચોકમાંથી પાલિકાની ટીમે 9 જેટલી શાકભાજી ની લારીઓ જપ્ત કરી હતી.
ગાઇડલાઇનનુ પાલન ન કરાનારાઓ સામે પાલીકાની કાર્યવાહી
આ ઉપરાંત કોરોના ગાઈડલાઈનનું પાલન નહિ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં વેપારીઓ પોતે માસ્ક પહેરેલ નહી હોય તેમજ ગ્રાહકો માસ્ક પહેર્યા વગર ખરીદી કરતા હશે તો તેવી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ શાકભાજી તથા અન્ય લારીઓ પર પણ માસ્ક નહી પહેરેલ હોય તેવાઓની લારીઓ પણ જપ્ત કરવાની કામગીરી શરૂ કરી દિવસમાં આવી છે. તેમજ શહેરમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહી કરનાર સામે પણ