મહેસાણા : જિલ્લા પંચાયતમાં ફરી એકવાર વીઆઇપી કલ્ચર આવી રહ્યું હોવાનો ગણગણાટ શરૂ

0
0

મહેસાણા જિલ્લા પંચાયતની 27મી જુલાઇએ મળવારી કારોબારી સમિતિની બેઠકનો એજન્ડા જાહેર થતાંની સાથે સદસ્યોની આંખો પહોળી થઇ ગઇ છે. કચવાતાં સૂરોમાં સદસ્યોએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સદસ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી દવા, માસ્ક, ઓક્સિજન અને વેન્ટીલેટર સહિતની ખરીદી કરી પ્રજાના આરોગ્યની ચિંતા કરી હતી. જેમાં લગભગ રૂ.45 લાખથી વધુની ગ્રાન્ટ વપરાઇ હતી.

જ્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે રૂ.23,700ના ખર્ચે ડીડીઓની કાર પર ફ્લેશર લાઇટ અને રૂ.49,750ના ખર્ચે કોમ્યુનિટી હોલના પડદા પાછળ મળી કુલ રૂ.73,450નો ખર્ચ કરાયો છે. આ ખોટા ખર્ચા ઉપરાંત હવે પ્રમુખ માટે નવી કારની ખરીદીની દરખાસ્ત કરાશે. જેની મંજૂરી મળી તો રૂ.20 લાખથી વધુનો ખોટો ખર્ચ થશે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2014માં રૂ.18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત પ્રમુખ માટે નવી કાર ખરીદાઇ હતી. અત્યાર સુધીમાં કાર 2.30 લાખ કિલોમીટર ફરી છે. પ્રમુખની કારમાં સ્ટિયરિંગનો સામાન્ય ફોલ્ટ છે. જે સામાન્ય ખર્ચમાં રિપેર થઈ શકે છે, તેમ છતાં 20 લાખથી વધુની કિંમતની નવી કાર ખરીદવાની દરખાસ્ત કરાશે.

2013 માં રાજ્ય અને 2017 માં કેન્દ્ર સરકારે વીઆઇપી કલ્ચરને જાકારો આપ્યો હતો
વાહનો પર લાગતી લાલ અને ફ્લેશર લાઇટ મામલે 2004 માં ગુજરાત હાઇકોર્ટેએ સખતાઇ લઇ રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જાહેર હિતની અરજી બાદ રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત તા.11 સપ્ટેમ્બર 2013 ના રોજ ઠરાવ જાહેર કરી વાહન પરથી લાગતી બંને પ્રકારની લાઇટના ઉપયોગની મર્યાદા નક્કી કરી હતી. ત્યાર બાદ 2017 માં કેન્દ્ર સરકારે વીઆઇપી કલ્ચરને નાબુદ કરતી નોટીફિકેશન જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here